નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ મહેન્દ્ર સિંહ ધોની વાપસીને લઈ મહત્વની વાત કરી છે. શાસ્ત્રીએ સ્પષ્ટ કર્યું કે ધોની આગામી IPL 2020માં રમશે અને તે બાદ ઈન્ટરનેશલ કરિયરને લઈ કોઈ ફેંસલો લેશે.


રવિ શાસ્ત્રીએ કહ્યું, ધોની મહાન ખેલાડી છે અને તે ક્યારેય ટીમ ઈન્ડિયા પર બોજ નહીં બને. તેને ફરજિયાત નિવૃત્ત થવાની ફરજ નહીં પાડવામાં આવે. મહેન્દ્ર સિંહ ધોની તેની અંતિમ મેચ વર્લ્ડ કપ સેમી ફાઇનલમાં રમ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો ન્યૂઝીલેન્ડ સામે પરાજ્ય થયો હતો. વર્લ્ડકપ દરમિયાન ધોનીની ધીમી બેટિંગની આલોચના થઈ હતી.

ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત અણનમ રહીને 38.1ની સરેરાશથી 4876 રન બનાવ્યા છે. જેમાં 6 સદી અને 33 અડધી પણ સામેલ છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. જ્યારે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 50.6ની એવરેજથી 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે. વન ડેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર નોટઆઉટ 183 રન છે. 98 T20માં 42 વખત નોટ આઉટ રહીને 126.1ના સ્ટ્રાઇક રેટથી 1617 રન બનાવ્યા છે. ટી2-માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.