નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019 ટુર્નામેન્ટના મેચ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ટીમને એક ફટકો પડ્યો છે. વિશ્વકપ રમવા માટે ઈંગ્લેન્ડ પહોંચેલી ટીમ ઈન્ડિયાએ શનિવારે ન્યૂઝીલેન્ડ સામે પ્રેક્ટિસ મેચ રમવાની છે પરંતુ આ મેચના એક દિવસ પહેલાં વિજય શંકર ઈજાગ્રસ્ત થતાં વિરાટની ચિંતામાં વધારો થયો છે. મીડિયો રિપોર્ટ્સ પ્રમાણે, વિજય શંકર શુક્રવારે ઈજાગ્રસ્ત થયો હતો. તેથી તે તરત મેદાન છોડીને ચાલ્યો ગયો હતો.
શુક્રવારે પ્રેક્ટિસ મેચ દરમિયાન વિજય શંકરને હાથમાં બોલ વાગ્યો હતો. ખલીલ અહેમદે બાઉન્સર પુશ કરતાં બોલ વિજયના હાથ પર વાગ્યો હતો. જોકે આ અંગે બીસીસીઆઈએ કોઈ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. સત્તાવાર નિવેદન પણ આપ્યું નથી.
ભારતીય ટીમ આશા રાખી રહી છે કે, વિજય શંકર ફીટ હોય. વિજય શંકરને 4 ક્રમે અંબાતી રાયડુના સ્થાને જગ્યા મળી હતી. 4 નંબરનો ક્રમ યથાવત રહે એવી શક્યતા છે. ટીમ ઈન્ડિયાએ શુક્રવારથી પોતાની પ્રેક્ટિસ શરુ કરી દીધી હતી.
વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલા જ ટીમ ઈન્ડિયાનો કયો ખેલાડી થયો ઈજાગ્રસ્ત? જાણો તેનું નામ
abpasmita.in
Updated at:
25 May 2019 08:51 AM (IST)
શનિવારે ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે પ્રેક્ટિસ મેચ રમવાની છે પરંતુ આ મેચના એક દિવસ પહેલાં વિજય શંકર ઈજાગ્રસ્ત થતાં વિરાટની ચિંતામાં વધારો થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -