ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોએ સેલિબ્રેટ કરી ક્રિસમસ, જુઓ તસવીરો
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ડિશમાં સ્વીટ્સ બતાવીને ક્રિસમસ સેલિબ્રેટ કરી. આ તસવીર તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
સુરેશ રૈનાએ પત્ની અને પુત્રી સાથે ક્રિસમસની શુભકામના આપતી તસવીર પોસ્ટ કરી છે.
હંમેશાની જેમ પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે પણ તેના કૂલ અંદાજમાં ક્રિસમસની શુભકામના પાઠવી છે.
રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયામાં હોટલમાં ક્રિસમસ ટ્રી પાસે ઉભા રહીને તસવીર પોસ્ટ કરી છે.
અજિંક્ય રહાણેએ ઓસ્ટ્રેલિયામાં હોટલમાં સજાવવામાં આવેલા ક્રિસમસ ટ્રીની તસવીર શેર કરી છે.
સૌરાષ્ટ્રના રન મશીન અને ટીમ ઈન્ડિયાના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારાએ તેના સંતાનની તસવીર શેર કરી છે.
નવી દિલ્હીઃ દેશ-વિદેશમાં ક્રિસમસનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. ક્રિસમસ ભલે ખ્રિસ્તીઓનો તહેવાર હોય પરંતુ તેને દરેક વર્ગના લોકો સેલિબ્રિટ કરે છે. બોલીવુડથી લઈ ક્રિકેટર્સ પણ આ તહેવારનું સેલિબ્રેશન કરી રહ્યા છે.