ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર અને સિલેક્ટર પર ગુંડાઓએ કર્યો હોકી સ્ટિકથી હુમલો, જાણો વિગત
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર અને DDCA સિલેક્શન કમિટીના ચેરમેન અમિત ભંડારી પર આજે કેટલાંક ગુંડાઓએ મેદાન પર જ હોકી સ્ટિકથી હુમલો કર્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. સારવાર માટે તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમિત ભંડારીએ ભારત માટે 2 વન ડે રમી છે. જેમાં તેણે કુલ 5 વિકેટ ઝડપી છે. લિસ્ટ Aની 105 મેચમાં 153 વિકેટ લીધી છે. જ્યારે ફર્સ્ટક્લાસની 95 મેચમાં તેમણે 314 વિકેટ ઝડપી છે.
મળતી માહિતી મુજબ અંડર 23 ટીમના ખેલાડીઓની પસંદગી માટે સેંટ સ્ટીફન્સ મેદાન પર ટ્રાયલ લેવામાં આવતી હતી. આ દરમિયાન પસંદગીકર્તા અમિત ભંડારી ખેલાડીઓને ચકાસી રહ્યા હતા. ત્યારે એક ખેલાડીના નજીકના લોકો અને તેની સાથે આવેલા કેટલાક ગુંડાઓએ ભંડારી પર હોકી સ્ટિકથી હુમલો કર્યો હતો. જે બાદ તેમને સિવિલ લાઇન્સ પર આવેલી સંત પરમાનંદ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -