✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PICS: ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે કરી લીધી સગાઈ, જાણો કોની સાથે પરણશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Dec 2016 04:29 PM (IST)
1

ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે સોશિયલ મીડિયા વેબસાઈટ રેડ્ડીટ પર જાહેરાત કરી છે કે તેણે સગાઈ કરી લીધી છે. સેરેનાએ રેડ્ડીટના સહસંસ્થાપક એલેક્સિસ ઓહેનિયન સાથે સગાઈ કરી છે. સેરેનાએ રેડ્ડીટ પર એક કવિતા પોસ્ટ કરીને તેના ફેંસને આ સમાચાર આપ્યા છે.

2

સેરેનાએ લખ્યું છે કે તે એલેક્સિસ સાથે રોમ ગઈ જ્યાં તેઓ પહેલી વાર મળ્યા હતા. અહીં જ એલેક્સિસે તેની સામે લગ્ન પ્રસ્તાવ મૂક્યો અને તેણે હા પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે એલેક્સિસ અને સેરેના 2015થી રિલેશનશીપમાં હતા. આ વર્ષ સેરેના માટે ખાસ રહ્યું છે. આ જ વર્ષે તેણે સાતમું વિમ્બલંડન અને 22મું ગ્રેંડસ્લેમ ટાઈટલ જીત્યું છે.

3

એલેક્સિસ રેડ્ડીટનો સહસંસ્થાપક છે. રેડ્ડીટ એક એવું સોશિયલ મીડિયા છે જ્યાં યુઝર્સ કોઈ ખાસ વિષય કે સમાચાર અંગે પોતાના વિચારો શેર કરી શકે છે.

4

એલેક્સિસ ઓહેનિયને 2005માં પોતાના કોલેજના એક મિત્ર સ્ટીફ હફમેન સાથે રેડ્ડીટની સ્થાપના કરી હતી. રેડ્ડીટના ગ્રુપ I Said yes ગ્રુપ પર સેરેનાએ કવિતા પોસ્ટ કરી હતી. અને જણાવ્યું હતું કે રોમમાં જે ટેબલ પર તે એલેક્સિસને પહેલી વાર મળી હતી ત્યાં જ એલેક્સિસે તેને પ્રપોઝ કર્યુ હતું.

5

થોડા મહિનાઓ પહેલા એક કોસ્ચ્યુમ પાર્ટીમાં એલેક્સિસ સાથેની આ તસવીર સેરેનાએ ઈંસ્ટાગ્રામ પર શેર કરી હતી

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • PICS: ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે કરી લીધી સગાઈ, જાણો કોની સાથે પરણશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.