નવી દિલ્હીઃ  ડ્વેન જોનસનને સોમવારે સત્તાવાર રીતે વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનેન્ટ(WWE)માંથી નિવૃત્તીની જાહેરાત કરી છે. ‘ધ રોક’ના નામથી જાણીતા ડ્વેન હવે ભવિષ્યમાં આ રમત સાથે જોડાવાની સંભાવના ફગાવી દીધી છે. આ પ્રથમ તક છે જ્યારે (WWE)માં કોઈ પ્રોફેશનલ રેસલરે આ રમતમાંથી સત્તાવાર નિવૃત્તીની જાહેરાત કરી છે.


ધ રોકએ WWEમાં છેલ્લે મોટી મેચ જૉન સીના સામે રેસલમેનિયા 29માં રમી હતી જેમાં તે હારી ગયો હતો. મહત્વકાંક્ષી ફૂટબોલ ખેલાડી, જૉનસને 1996માં WWEમાં એન્ટ્રી લીધી હતી. ધ રોકે પહેલી ચેમ્પિયનશિપ 1998માં જીતી હતી.

આઠ વખત WWE ચેમ્પિયન રહેલા ધ રોકે 2004માં ઈન્ડસ્ટ્રીનો સાથ છોડી દીધો કારણ કે તે એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવવા માંગતો હતો. ધ રોકની ફિલ્મી સફર પણ શાનદાર રહી. તેણે અનેક સુપરહિટ ફિલ્મો આપી. ત્યાર બાદ તે ફરી 2011માં પાર્ટ-ટાઈમ રેસલર બનીને રિંગમાં પરત ફર્યો હતો. હાલમાં જ રોકની ફિલ્મ ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ પ્રેસેન્ટઃ હોબ્સ એન્ડ શૉ’ હોલિવૂડમાં ધમાલ મચાવી રહી છે.