IPL ફ્રેન્ચાઈઝીને માથે પડ્યા છે આ ‘મોંઘા’ ખેલાડીઓ
KKRએ ઓસ્ટ્રેલિયન ખેલાડી ક્રિસ લિનને RTMથી પોતાની ટીમમાં રાખ્યો છે. લીને આ સિઝનમાં અત્યાર સુધીમાં 6 મેચ રમી છે અને 181 રન બનાવ્યાં છે. આ 6 ઈનિંગમાં લિન એકવાર 0 અને એકવાર પાંચ રન બનાવીને આઉટ પણ થયો જોકે, તેણે KKR માટે સારી ઈનિંગ (49 અને 74) પણ રમી છે. આ રીતે લિન દ્વારા બનાવાયેલો 1-1 રન આશરે બે લાખનો પડી રહ્યો છે. આથી તે KKR માટે પૈસાવસૂલ ખેલાડી સાબિત થઈ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલને દિલ્હીએ ખરીદ્યો હતો. મેક્સવેલને પાંચમાંથી ચાર મેચ રમવાની તક મળી છે. આ ખેલાડીએ 4 ઈનિંગમાં કુલ 81 રન બનાવ્યાં છે. તેને બે વાર બોલિંગ કરવાની તક મળી. જેમાંથી તે એક વિકેટ લઈ શક્યો હતો. આથી મેક્સવેલ દ્વારા બનાવાયેલા 81 રનમાં દિલ્હીને પ્રતિરન આશરે 3 લાખ રૂપિયા જેવી માતબર રકમ ચૂકવવી પડી છે. જે એકમાત્ર વિકેટ તેણે લીધી છે. એ દિલ્હીને 60 લાખ રૂપિયામાં પડે છે.
અફઘાનિસ્તાનની ટીમના યુવા લેગ સ્પિનર રાશિદ ખાનને સનરાઈઝર્સે 9 કરોડ રૂપિયા પર RTMનો પ્રયોગ કરીને પોતાની ટીમમાં રાખ્યો છે. રાશિદે SRH તરફથી રમેલા પાંચ મેચમાં ચાર વિકેટ લીધી હતી અને 2 ઈનિંગ રમીને 17 રન બનાવ્યાં છે. એટલે રાશિદની એક તૃતિયાંશ કિંમત 3 કરોડ થઈ. આથી સનરાઈઝર્સ માટે રાશિદ દ્વારા લેવામાં આવેલી ચાર વિકેટ, 75 લાખ પ્રતિ વિકેટ પડી રહ્યાં છે. બેટિંગમાં તેણે બનાવેલા 17 રનને બોનસ માની શકીએ છીએ.
નવી દિલ્હીઃ આ રવિવારે આઈજીએલના લીગ સ્ટેજનો એક તૃતીયાંશ ભાગ પૂરો થઈ ગયો છે. અત્યાર સુધી 2 ટીમ 6-6 મેચ રમી ચૂકી છે જ્યારે બાકીની ટીમ 5-5 મેચ રમી ચૂકી છે. એવામાં અહીં ચર્ચા એ થઈ રહી છે કે લીગ સ્ટેજમાં અત્યાર સુધી એવા ખેલાડીઓનું પરફોર્મન્સ કેવું રહ્યું જે સૌથી મોંઘા ભાવે વેચાયા હતા. આગળ વાંચો આઈપીએલમાં મોંઘા ભાવે વેચાયા તેવા ખેલાડીઓનું પ્રદર્શન કેવું રહ્યું....
- - - - - - - - - Advertisement - - - - - - - - -