Tim Southee: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 16 ઓક્ટોબરથી 3 મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. આ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમે પોતાનો કેપ્ટન બદલ્યો છે. હવે ટોમ લાથમ ન્યૂઝીલેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન હશે. અગાઉ આ જવાબદારી ટિમ સાઉથી પાસે હતી. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી 2-0થી જીત્યા બાદ તેણે રાજીનામું આપી દીધું હતું. કેપ્ટન પદ છોડ્યા બાદ સાઉથીએ કહ્યું કે તેણે આ નિર્ણય ટીમના હિતમાં લીધો છે. કેન વિલિયમ્સને 2022માં કેપ્ટનશીપ છોડી દીધી હતી, ત્યારબાદ સાઉથીને આ જવાબદારી સોંપવામાં આવી હતી અને હવે નવા કેપ્ટન તરીકે ટોમ લાથમની પસંદગી કરવામાં આવી છે. લાથમે આ પહેલા 9 મેચમાં ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરી છે.






સતત 4 હાર બાદ લેવાયો નિર્ણય


ટિમ સાઉથીની કેપ્ટનશીપમાં ન્યૂઝીલેન્ડની ટીમ સતત 2 શ્રેણી હારી છે. તેને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચ વરસાદને કારણે રમાઈ શકી ન હતી અને હવે તેને શ્રીલંકા સામે 2-0થી હારનો સામનો કરવો પડ્યો છે. ગાલેમાં ન્યૂઝીલેન્ડનો ખૂબ જ શરમજનક પરાજય થયો હતો. શ્રીલંકાને એક ઇનિંગ્સ અને 154 રને હાર આપી હતી.


ન્યૂઝીલેન્ડની ટીમ આ મહિને ભારત સામે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. અગાઉ સાઉથીએ કહ્યું હતું કે તેના માટે ટીમ પ્રથમ આવે છે અને તેનો નિર્ણય ન્યૂઝીલેન્ડના હિતમાં હશે. કેપ્ટન પદ છોડ્યા બાદ તે વધુ સારું પ્રદર્શન કરી શકશે અને જીતમાં મદદ કરશે.


જ્યારથી ટિમ સાઉથીએ કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી ત્યારથી તેનું પોતાનું પ્રદર્શન ઘણું ખરાબ થઈ ગયું છે. તે પોતાની ક્ષમતા મુજબ પ્રદર્શન કરી શક્યો નથી. સાઉથીએ 2 વર્ષ સુધી ન્યૂઝીલેન્ડની કેપ્ટનશીપ કરી હતી. દરમિયાન તેણે 14 મેચ રમી જેમાં તેણે 38.60ની એવરેજથી 35 વિકેટ લીધી જ્યારે તેની કારકિર્દીની સરેરાશ 28.99 છે.


સરેરાશમાં તફાવત જોતા સ્પષ્ટપણે જણાય છે કે કેપ્ટન બન્યા તેનું પ્રદર્શન ખરાબ થયું છે. તે વિકેટ લેવામાં સફળ રહ્યો નથી. શ્રીલંકા પ્રવાસની વાત કરીએ તો આ દરમિયાન તેણે 2 ટેસ્ટ મેચમાં 49 ઓવર ફેંકી હતી પરંતુ તે માત્ર 2 જ વિકેટ લઈ શક્યો હતો. તેની કેપ્ટનશિપમાં ટિમ સાઉથીએ 6 મેચ જીતી, 6માં હાર, જ્યારે 2 મેચ ડ્રો રહી છે.