England vs India : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે સીરીઝની બીજી ટેસ્ટ મેચ, 12 ઓગસ્ટથી લોર્ડ્સ (Lord’s, London)માં શરૂ થઇ રહી છે. બન્ને ટીમોની વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ વરસાદના કારણે ડ્રૉ થઇ હતી. આવામા બન્ને ટીમો આજથી સીરીઝમાં પ્રથમ જીત માટે ઉતરશે. જાણો ક્યાંથી ને ક્યારે લાઇવ થશે ટેસ્ટ મેચ.


બન્ને ટીમોમાં થઇ શકે છે ફેરફાર- 
રિપોર્ટ છે કે, ઇંગ્લેન્ડનો સ્ટાર બૉલર સ્ટુઅર્ટ બ્રૉડ અને ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર ઇજાના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થયા છે, આ બન્નેની જગ્યાએ ઇંગ્લેન્ડમાં મોઇન અલી અને ભારતીય ટીમમાં રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.  


ક્યાં રમાશે બીજી ટેસ્ટ ને કેટલા વાગે થશે શરૂ-
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડના લૉર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, બીજી ટેસ્ટ મેચ 12 ઓગસ્ટે બપોરે 3.30 વાગે શરૂ થશે અને ટૉસ તેના અડધા કલાક પહેલા થશે.  


ક્યાંથી જોઇ શકાશે ટેસ્ટ મેચ લાઇવ-
આ મેચની લાઇવ પ્રસારણ Sony SIX, Sony TEN 3 અને Sony TEN 4 પર થશે, જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ SonyLIV એપ પર જોઇ શકાશે. 


ભારતની ટેસ્ટ ટીમ-
રોહિત શર્મા, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યે રહાણે, સૂર્યકુમાર યાદવ, પૃથ્વી શૉ, અભિમન્યૂ ઇશ્વરન, હનુમા વિહારી, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, ઋષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, ઇશાન્ત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ શાર્દૂલ ઠાકુર, ઉમેશ યાદવ. 


ઇંગ્લેન્ડની ટીમ-
જૉ રૂટ (કેપ્ટન), મોઇન અલી, જેમ્સ એન્ડરસન, જૉની બેયર્સ્ટો, ડૉમ બેસ, સ્ટુઅર્ટ બ્રૉડ, રૉરી બર્ન્સ, જૉસ બટલર, જેક ક્રૉલી, સેમ કરન, હસીબ હમીદ, ડેન લૉરેન્સ, જેક લીચ, ક્રેગ ઓવરટન, ઓલી પૉપ, ઓલી રૉબિન્સન, ડૉમ સિબલી, માર્ક વુડ.