આજે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વનડે, રાત્રે કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત
નૉટિંઘમઃ સતત બે ટી-20 સીરીઝ જીત્યા બાદ આજે ભારત ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચોની વનડે સીરીઝની શરૂઆત કરશે. આજની મેચની જીત સાથે ભારત પોતાની વિજયી અભિયાન ચાલુ રાખવા મેદાનમાં ઉતરશે, જ્યારે ઇંગ્લેન્ડ પોતાની ટી-20નો હારનો બદલો લેવા કમર કસશે.
ઇંગ્લન્ડ વનડે ટીમઃ- ઇયોન મોર્ગન (કેપ્ટન), જેસન રોય, જોની બેયર્સટો, જોસ બટલર (વિકેટકીપર), મોઇન અલી, જોય રૂટ, જેક બાલ, ટોમ કુરેન, એલેક્સ હેલ્સ, લિયામ પ્લન્કેટ, બેન સ્ટોક્સ, આદિલ રાશિદ, ડેવિડ વિલે, માર્ક વુડ.
ભારતીય વનડે ટીમઃ- વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, સુરેશ રૈના, હાર્દિક પંડ્યા, કુલદીય યાદવ, યજુવેન્દ્ર ચહલ, શ્રેયસ અય્યર, સિદ્ધાર્થ કૌલ, અક્ષર પટેલ, ઉમેશ યાદવ, શાર્દૂલ ઠાકર અને ભુવનેશ્વર કુમાર.
આ મેચનું ઓનલાઇન સ્ટ્રીમિંગ તમે Sony Liv ચેનલ પર પણ જોઇ શકો છો.
ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ તમે સોની નેટવર્ક પર જોઇ શકો છો.
આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વનડે મેચ ઇંગ્લેન્ડના નૉટિંઘમના ટ્રેન્ટ બ્રિઝ મેદાનમાં રમાશે. આજની મેચ ભારતીય સમયાનુસાર સાંજે 5 વાગે શરૂ થશે
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે વનડે માટે કંઇ ખાસ ફેરફાર કર્યો નથી. મોટાભાગના ખેલાડીઓ જબરદસ્ત ફોર્મમાં છે. જેથી જોવાનું એ રહેશે કે આજે ઇંગ્લેન્ડ ટી-20 2-1થી થયેલી હારનો બદલો લેવા કોશિશ કરશે કે કેમ. આગામી વર્ષે અહીં ઇંગ્લેન્ડમાં જ વર્લ્ડકપ રમાવવાનો હોવાથી ટીમ ઇન્ડિયા માટે આ ખા ખાસ મોકો છે.