આજે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટી-20, રાત્રે કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આજીની બીજી ટી-20 મેચનું લાઇવ પ્રસારણ સોની નેટવર્ક ચેનલ પર કરવામાં આવશે.
ઇંગ્લેન્ડની ટીમઃ- ઇયાન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોની બેયર્સ્ટો, જેક બૉલ, જોસ બટલર, સેમ કુરેન, એલેક્સ હેલ્સ, ક્રિસ જોર્ડન, લિયામ પ્લન્કેટ, આદિલ રાશિદ, જો રૂટ, જેસન રૉય, ડેવિડ વિલી, ડેવિડ મલાન.
આજની બીજી ટી-20 મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 10.00 વાગે શરૂ થશે, જોકે ટૉસ 9:30 કરવામાં આવશે.
નવી દિલ્હીઃ પહેલી ટી-20 મેચમાં શાનદાર જીત મેળવનારી ભારતીય ટીમ આજે રમાનારી બીજી ટી-20માં ઇંગ્લેન્ડને હરાવીને સીરીઝ પોતાના નામે કરવાના ઇરાદે મેદાનમાં ઉતરશે. પહેલી મેચમાં કુલદીપ યાદવ અને લોકેશ રાહુલના તરખાટ સામે ઇગ્લિશ ટીમ ઘૂંટણીયે પડી ગઇ હતી અને ભારતે 8 વિકેટ મેચ જીતીને સીરીઝના શ્રીગણેશ કર્યા હતા.
ઇંગ્લેન્ડ અને ભારતની વચ્ચે આજે બીજી ટી-20 મેચ ઇંગ્લેન્ડના કાર્ડિફમાં આવેલા સોફિયા ગાર્ડન્સ મેદાન પર રમાશે.
ટી-20 સીરીઝ માટે ભારતીય ટીમઃ- વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, કેએલ રાહુલ, સુરેશ રૈના, મનિષ પાંડે, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકિપર), દિનેશ કાર્તિક, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વરકુમાર, દીપક ચાહર, હાર્દિક પંડ્યા, સિદ્ધાર્થ કૌલ, ઉમેદ યાદવ.
આજની ટી-20 મેચનું લાઇવ સ્ટ્રીમિંગ તમે સોની લિવ (Sony Liv) પર જોઇ શકો છો.