નવી દિલ્હીઃ આમ તો ભારતીય પેસર ઉમેર યાદવ પોતાની ફાસ્ટ બોલિંગ માટે ઓળકાય છે, પરંતુ હાલમાં જ આફ્રિકા વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝમાં તેનો એક બદલાયેલો રંગ જોવા મળ્યો હતો. નીચલા ક્રમ પર બેટિંગ કરવા આવેલ ઉમેશ યાદવ તાબડતોડ અંદાજમાં છગ્ગા ફટકારી રહ્યા હતા. સૌથી વધારે સ્ટ્રાઈક રેટથી રન બનાવવાનો પોતાનો રેકોર્ડ પોતાના નામે કર્યો, પરંતુ બાંગ્લાદેશ વિરૂદ્ધ ડે નાઈટ ટેસ્ટ મેચમાં ઉમેશના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે.


ઉમેશ યાદવ ગુલાબી બોલથી રમાયેલી આ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં શૂન્ય પર આઉટ થયો હતો. ભારત માટે પિંક બોલ ટેસ્ટમાં, તે શૂન્ય પર આઉટ થનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. અબુ ઝાયદ ત્રણ બોલનો સામનો કરીને શૂન્ય રને આઉટ થયો હતો. ઉમેશ યાદવનો કેચ શાદમાન ઇસ્લામના હાથે કેચ પકડ્યો.



પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ઉમેશ યાદવ ડક પર આઉટ થનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. સંદીપ પાટિલ તે બેટ્સમેન હતો જે ભારતની પ્રથમ ડે-નાઈટ વનડેમાં ડક પર આઉટ થયો હતો, જ્યારે બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની ભારતની પ્રથમ ડે-નાઇટ ટી -20 મેચમાં આઉટ થયો હતો.