નવી દિલ્હી: કોરોના રસીકરણના બીજા તબક્કાના ત્રીજા દિવસે ભારતના પૂર્વ ક્રિકેટર અને 1983 ની ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. કપિલ દેવે ખાનગી હોસ્પિટલ ફોર્ટિસમાં રસી લીધી હતી. આ અગાઉ મંગળવારે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ અમદાવાદની અપોલો હોસ્પિટલમાં કોવિડ -19 ની રસી લીધી હતી. રવિ શાત્રી 58 વર્ષના છે.


ભારતમાં રસીકરણ અભિયાનનો બીજો તબક્કો 1 માર્ચ (સોમવાર) થી શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વરિષ્ઠ નાગરિકો અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગંભીર રોગોથી પીડિત લોકોને પણ રસી આપવામાં આવી રહી છે.