Vinesh Phogat Petition Dismissed: પેરિસ ઓલિમ્પિક 2024 પછી ભારતીય ચાહકોને મોટો આંચકો લાગ્યો. રેસલર વિનેશ ફોગાટે ગેરલાયક ઠર્યા બાદ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી હતી. વિનેશની અપીલ ફગાવી દેવામાં આવી હતી. આ અપીલ ફગાવી દેતાં જ સિલ્વર મેડલની આશા પણ ખતમ થઈ ગઈ હતી. હવે આ મામલા બાદ વિનેશે એક પોસ્ટ શેર કરી છે. તેણે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટો પર અનેક પ્રકારની કમેન્ટ્સ પણ આવી છે.


આ ફોટોના કેપ્શનમાં વિનેશે કંઈ લખ્યું નથી


વાસ્તવમાં વિનેશે ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે. આમાં તે ઈમોશનલ જોવા મળી રહી છે. મહત્વની વાત એ છે કે આ ફોટોના કેપ્શનમાં વિનેશે કંઈ લખ્યું નથી. પરંતુ ઘણા ચાહકોએ વિનેશને પ્રોત્સાહિત કરવા માટે કોમેન્ટ કરી છે. ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ કોમેન્ટમાં લખ્યું, "તમે પ્રેરણાદાયક છો." તમે પ્રશંસાને પાત્ર છો. તમે ભારતનું રત્ન છો." મનિકાની સાથે અન્ય લોકોએ પણ વિનેશ માટે ટિપ્પણી કરી છે.


 






ગોલ્ડ મેડલ મેચ પહેલા વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી હતી 


વિનેશે CASમાં સિલ્વર મેડલ માટે અપીલ કરી હતી. પરંતુ તેના નિર્ણયની તારીખ વારંવાર મોકૂફ રાખવામાં આવી હતી. જોકે આખરે બુધવારે નિર્ણય આવ્યો હતો. CAS એ વિનેશની અપીલ ફગાવી દીધી. ગોલ્ડ મેડલ મેચ પહેલા વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. તેનું વજન માત્ર 100 ગ્રામ વધુ હતું. વિનેશને સિલ્વર મેડલ નિશ્ચિત હતો. તેમણે ગેરલાયક ઠર્યા બાદ નિવૃત્તિની જાહેરાત પણ કરી હતી.


અત્યાર સુધી મજબૂત રહ્યું છે પ્રદર્શન 


વિનેશે કોમનવેલ્થ ગેમ્સમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા છે. તેણે 2014, 2018 અને 2022માં ગોલ્ડ જીત્યા હતા. આ સાથે તેણે એશિયન ગેમ્સ 2018માં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.


આ પણ વાંચો...


Dinesh Karthik: દિનેશ કાર્તિકે પસંદ કરી ઓલ ટાઈમ પ્લેઈંગ 11,ધોનીને ન આપ્યું સ્થાન


Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે કે નહીં? જય શાહે આપ્યો જવાબ