IND vs NZ, 2nd Test Match: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. પ્રથમ ટેસ્ટમાં ડ્રૉ પરિણામ આવ્યા બાદ બીજી ટેસ્ટ પર ટીમ ઇન્ડિયાની નજર છે, બીજી ટેસ્ટમાં જીત મેળવવા માટે રેગ્યૂલર કેપ્ટન વિરાટ કોહલીની વાપસી થવાની છે, પરંતુ હવે ટીમ ઇન્ડિયા સામે મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે કયા ખેલાડીને ડ્રૉપ કરીને વિરાટને ટીમમાં સામેલ કરવો. જોકે, આ બધાની વચ્ચે ટેસ્ટ પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થવાનુ લગભગ નક્કી જ દેખાઇ રહ્યું છે. જાણો કયા ખેલાડીનુ પત્તુ કપાઇ શકે છે..............
રિપોર્ટ છે કે, બીજી ટેસ્ટમાં કેપ્ટન કોહલીની વાપસી બાદ બેટ્સમેનોને ડ્રૉપ કરવાની શક્યતા નહીંવત છે, અગાઉ રિપોર્ટ હતા કે ઉપકેપ્ટન અંજિક્યે રહાણેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે, રહાણે પ્રથમ ટેસ્ટમાં પહેલી ઇનિંગમાં 35 અને બીજી ઇનિંગમાં 4 રન જ બનાવી શક્યો હતો. આ લિસ્ટમાં બીજુ નામ ઓપનર બેટ્સમન મયંક અગ્રવાલનુ છે, મયંકે પણ પ્રથમ ટેસ્ટમાં કંઇક ખાસ પ્રદર્શન ન હતુ કર્યુ. જોકે, રહાણે અને મયંકને ટીમમાંથી ડ્રૉપ કરવામાં નહીં આવે પરંતુ સ્ટાર બૉલર ઇશાન્ત શર્માને બહાર કરવામાં આવી શકે છે.
ઇશાન્ત શર્માએ પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં 15 ઓવર નાંખી હતી પરંતુ એકપણ વિકેટ ઝડપવામા સફળ થયો નહતો, જ્યારે બીજી ઇનિંગમાં પણ 7 ઓવર નાંખવા છતાં એકપણ વિકેટ ન હતી લઇ શક્યો. રિપોર્ટ છે કે, ઇશાન્તનુ ફોર્મ જોતા હવે તેને બીજી ટેસ્ટમાંથી બહાર બેસાડવામાં આવી શકે છે, જો ઇશાન્તને બહાર કરવામાં આવશે તો કોહલીને ટીમમાં જગ્યા મળી શકે છે.
આવી હોઇ શકે છે ભારતની બીજી ટેસ્ટ માટેની પ્લેઇંગ ઇલેવન-
શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યે રહાણે, શ્રેયસ અય્યર, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ.