વિરાટ કોહલીએ તોડ્યો માસ્ટર બ્લાસ્ટર સચિનનો વધુ એક રેકોર્ડ, જાણો વિગતે
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વર્ષ 2018માં અનેક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. એવામાં તેણે વર્ષ 2019ની શરૂઆત સિડની ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સચિન તેંડુલકરનો વધુ એક રેકોર્ડ તોડીને કરી છે. સિડની ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં કોહલીએ માત્ર 23 રન બનાવીને આઉટ થઈ ગયો. આ સાથે જ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 19 હજાર રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે સચિન તેંડુલકરને 33 ઇનિંગથી પાછળ છોડી દીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે સચિને આ ઉપલબ્ધિ 432મી ઇનિંગમાં મેળવી હતી. વિરાટે સચિનને 33 ઇનિંગથી પાછળ છોડી દીધો છે. વિરાટના નામે વનડે ક્રિકેટમાં 10232, આંતરરાષ્ટ્રીય ટી20માં 2167 અને ટેસ્ટમાં 6613 રન નોંધાયા છે.
કોહલીએ સિડની ટેસ્ટ દરમિયાન કારકિર્દીની 399માં આંતરરાષ્ટ્રીય ઇનિંગમાં 19 હજાર રન પૂરા કર્યા છે. હવે વિરાટના નામે 19012 રન છે. જેમાં તેમે 63 સેન્ચુરી અને 87 હાફ સેન્ચુરી ફટકારી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -