ભારતીય ટીમના બેટ્સમેન અને આઈસીસી વનડે રેન્કિંગમાં નંબર પર ચાલી રહેલા વિરોટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે બેંગલુરૂમાં રમાઈ રહેલી ત્રીજી વનડે મેચમાં 17 રન બનાવતા કેપ્ટન તરીકે વનડે ક્રિકેટાં 5 હજાર રન પૂરા કર્યા છે. વિરાટ કોહલીએ 82 ઈનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો છે. વિરાટ કોહલી પહેલા આ રેકોર્ડ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેંદ્ર સિંહ ધોનીના નામે હતો.
ધોનીએ 127 ઈનિંગ્સમાં 5000 વનડે ઈન્ટરનેશનલ રન કેપ્ટન તરીકે બનાવ્યા હતા. ધોનીએ જે રેકોર્ડ 127 ઈનિંગ્સમાં બનાવ્યો તે કોહલીએ તેના કરતા 45 ઈનિંગ્સ ઓછી રમીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.