વિરાટે અનુષ્કા સાથેનો DP મૂક્યા ઇન્સ્ટાગ્રામ પર, જુઓ અનુષ્કા શર્માનો Red Hot Look
વિરાટે તાજેતરમાં જ પોતાની સફળતાનો બધો જ શ્રેય અનુષ્કા શર્માને આપતા જણાવ્યું હતું, “આ મારા લેડી લકનો કમાલ છે. મને પહેલા કંઈ ખબર નહતી પડતી પરંતુ જ્યારથી આ લેડી મારા જીવનમાં આવી છે, તેણે મને ઘણી ચીજો શીખવી છે. છેલ્લા ચાર વર્ષમાં હું ઘણો વિકસ્યો છો. મારી બુદ્ધિ પણ તેની સાથે રહીને ખીલી છે. તેણે મને મેનર્સ શીખવી છે અને મને શાંત રહેતા શીખવ્યું છે. તેણે મને મારી શક્તિ હું સારામાં સારી રીતે કેવી રીતે વાપરી શકુ તે સમજતો કરી દીધો છે.”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવચ્ચે વિરાટ અને અનુષ્કા ડિસેમ્બરમાં પરણી જવાની અફવાએ જોર પકડ્યું હતું. વિરાટ અનુષ્કા બંનેએ આ અફવાને રદિયો આપ્યો હતો પરંતુ તે જે રીતે જાહેરમાં સાથે દેખાઈ રહ્યા છે કે જે રીતે એકબીજા વિષે ઈન્ટરવ્યુમાં વાત કરી રહ્યા છે તે જોતા લાગે છે કે તેઓ પોતાની રિલેશનશીપને હવે એક ડગલુ આગળ લઈ જવા માટે તૈયાર છે.
બંનેનો ફોટો જોતા એવું જ લાગે છે કે બંને એકબીજાની કંપનીમાં ખૂબ જ ખુશ છે. આ ફોટો જોઈને એવુ જ લાગે છે કે અનુષ્કાની સ્માઈલ પર વિરાટ ફિદા છે.
વિરાટ કોહલીએ આ સમારંભ બાદ તેનો ઈન્સ્ટાગ્રામનો પિક ચેન્જ કર્યો છે અને આ પિકમાં પણ અનુષ્કા તેની સાથે જોવા મળે છે. આ કેન્ડિડ પિક તેમના ચાહકો અને સોશિયલ મીડિયા ફોલોઅર્સને ખૂબ જ પસંદ આવ્યો છે.
નવી દિલ્હીઃ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જ્યાં પણ જોવા મળે છે ત્યાં બધાની નજર તેની તરફથ જ વળી જાય છે. શનિવારે પણ કંઈક આવું જ થયું જ્યારે વિરાટ અને અનુષ્કા એક બીજા સાથે જોવા મળ્યા. ઇન્ડિયન સ્પોર્ટ્સ ઓનર્સ એવોર્ડ સમારંભમાં લોકો આ ક્યૂટ જોડીને જ જોતા રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -