કોહલી પછી એક દાયકમાં સૌથી વધુ રન કરવાના મામલે હાશિમ અમલા બીજા સ્થાને આવે છે. તે કોહલી કરતા 4833 પાછળ છે અને નિવૃત્તિ લઈ ચૂક્યો છે. આ યાદીમાં કેન વિલિયમ્સન, જો રૂટ અને એબી ડિવિલિયર્સ અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે આવે છે. અમલાએ કોહલી કરતા 20 સદી ઓછી મારી છે. જયારે કેન, રૂટ અને એબીએ અનુક્રમે 34, 35 અને 33 સદી ઓછી મારી છે. સ્પષ્ટ છે કે કોહલી એક દાયકાથી તમામ ફોર્મેટમાં વર્લ્ડનો બેસ્ટ બેટ્સમેન છે.
કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારવાના મામલે કોહલી હવે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગથી માત્ર 1 સદી પાછળ છે. કોહલીએ કેપ્ટન તરીકે 76 ઇનિંગ્સમાં 21 સદી મારી છે. દર 3.62 ઇનિંગ્સમાં એક સદી. જયારે પોન્ટિંગે દર 10 ઇનિંગ્સમાં એક સદી મારી હતી. કોહલીએ પોન્ટિંગ કરતા લગભગ ત્રણ ગણી ઝડપે સદી મારી છે. કોહલીની આ સિદ્ધી બાદ આઈસીસીએ પણ ટ્વિટ કરીને તેને અભિનંદન પાઠવતા કહ્યું કે, વાહ! શું ખેલાડી છે....