નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનારા વર્લ્ડકપ 2019 માટે 15 સભ્યો વાળી ભારતીય ટીમ જાહેર થઇ ચૂકી છે. કેપ્ટન કોહલીએ એક ઇન્ટરવ્યૂમાં ટીમને સંતોષકારક ગણાવીને વર્લ્ડકપની પ્રબળ દાવેદાર કહી હતી. કોહલીએ કહ્યું કે બે વર્ષની મહેનત બાદ વર્લ્ડકપ માટે યોગ્ય કૉમ્બિનેશન મળ્યુ છે.

કોહલીએ બેટિંગથી લઇને બૉલિંગ અને ફિલ્ડીંગ માટે આ ટીમને સૌથી બેસ્ટ ગણાવી હતી, જોકે કોહલીએ વર્લ્ડકપમાં સૌથી ખાસ અને મહત્વના ખેલાડીઓ તરીકે ધોની-રોહિત શર્મા કે પછી બૂમરાહ-ભુવનેશ્વર નહીં પણ ચહલ અને કુલદીય યાદવને ગણાવ્યા હતાં.



કોહલીએ કહ્યું કે, અમારા માટે ચહલ-કુલદીપની જોડી વર્લ્ડકપ માટે ખાસ છે. બન્નેએ છેલ્લા કેટલાય સમયથી સારુ પ્રદર્શન કર્યુ છે. વિરોધી ટીમ પર બન્ને બૉલિંગથી હાવી થઇ શકે છે, બન્ને રિસ્ટ સ્પિન જોડી છે. બન્નેના પરફોર્મન્સે દરેકને ચોંકાવી દીધા છે. બન્નેએ માત્ર ભારતની જ પીચો પર જ નહીં, પણ ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની પીચો પર ફિરકી ફેરવીને બતાવી છે.