વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને કમાય છે 80 લાખ રૂપિયા, જાણો કેટલા છે ફોલોઅર્સ ?
રસપ્રદ વાત એ છે કે કોહલીએ આ મામલે સ્ટીફન કરી, ક્લોએડ મેવેદરને પાછળ છોડી દીધા છે. આખા લિસ્ટમાં કોહલીનું સ્થાન 17મું છે જ્યારે ખેલાડીઓની યાદીમાં તેનું સ્થાન 9મા ક્રમ પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યૂયોર્કઃ આજના સમયમાં બોલિવૂડ સામાન્ય વ્યક્તિની જેમ સ્ટાર્સ અને ક્રિકેટર પણ સોશિયલ મીડિયા પર એક્ટીવ રહેતા હોય છે. અનેક સ્ટાર્સ પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહેતા હોય. સેલિબ્રિટિઝને સોશિયલ સાઇટ પર પોસ્ટ કરવાના રૂપિયા મળતા હોય છે. એક રિપોર્ટ પ્રમાણે કોહલી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાંથી આશરે 80 લાખ રૂપિયાની કમાણી કરે છે
તાજેતરમાં જ HOPPERHQએ 2018માં ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી મોટી કમાણી કરનારા સેલિબ્રિટીઝની યાદી જાહેર કરી છે જેમાં કોહલીને 17મું સ્થાન આપવામાં આવ્યું છે. કોહલી પ્રત્યેક પોસ્ટના બદલામાં કંપનીઓ પાસેથી 80 લાખ રૂપિયા લે છે.
સોશિયલ સાઇટ ઇંસ્ટાગ્રામ પર નજર રાખનારી સંસ્થા HOPPERHQ.COM અનુસાર ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર કે વીડિયો પોસ્ટ કરવાના બદલામાં આશરે 80 લાખ રૂપિયાની કમાણી કરે છે. ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીના 23.2 મિલિયન ફોલોઅર્સ છે. લગ્ન બાદ ઇંસ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યામાં 32 લાખનો વધારો થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -