વિરાટ કોહલીને બાહુબલિની આ હોટ હીરોઈન ઉપરાંત બીજી એક્ટ્રેસ સાથે પણ હતું અફેર, જાણો વિગત
મુંબઇઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના સંબંધ વિશે સૌ કોઇ જાણે છે. પણ ઘણા ઓછા લોકો જાણતા હશે કે વિરાટ કોહલી અનુષ્કા શર્મા અગાઉ બે એક્ટ્રેસ સાથે અફેર રહ્યું છે. વિરાટ કોહલીનું સાઉથની સ્ટાર એક્ટ્રેસ તમન્ના સાથે પણ અફેર રહ્યું હતું. વિરાટ અને તમન્ના પ્રમથવાર સેલકોનની એક જાહેરાતમાં જોવા મળ્યા હતા.
એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે બંન્ને સિંગાપોરમાં ડેટ કરતા જોવા મળ્યા હતા. ઈઝાબેલને બીજા પુરૂષો સાથે પણ અફેર હતાં. તેની ખબર વિરાટને પડી જતાં બંનેનું બ્રેક-અપ થયું. વિરાટ સાથે અફેર ચાલતું હતું એ વખતે જ ઈઝાબેલને ફિલ્મ સ્ટાર સિધ્ધાર્થ મલહોત્રા સાથે અફેર હતું અને બંનેના તસવીરો મીડિયામાં આવી જતાં વિરાટે સંબંધો તોડી નાંખ્યા હતા. બાદમાં નવેમ્બર 2013માં તેઓ અલગ થઇ ગયા હતા.
તે ફિલ્મના શૂટિંગ અને પ્રમોશન માટે ભારતમાં લગભગ દોઢ વર્ષ સુધી રહી હતી. બંન્નેની દોસ્તી બોલિવૂડ અને ક્રિકેટની દુનિયામાં ખૂબ ચર્ચામાં રહી હતી. જેને કારણે ઇઝાબેલની ફિલ્મને ખૂબ પબ્લિસિટી મળી હતી.
તમન્ના અને વિરાટ કોહલી 2012માં એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. પરંતુ તમન્ના સાઉથની ફિલ્મોની સ્ટાર છે અને ત્યાં જ વ્યસ્ત રહેતી હોવાથી વિરાટને મળી શકતી નહોતી. બાહુબલી ફિલ્મનું શૂટિંગ શરૂ થતાં તમન્ના એકદમ વ્યસ્ત થઈ જતાં બંનેનું બ્રેક-અપ થઈ ગયું હતું.
ત્યારબાદ વિરાટ કોહલીની લાઇફમાં બ્રાઝિલની સુંદર એક્ટ્રેસ ઇઝાબેલ આવી હતી. ઇઝાબેલ સાથે વિરાટની મુલાકાત એક બિઝનેસ પાર્ટીમાં થઇ હતી. તે ભારત રાજ પૂરોહિતની ફિલ્મ સિક્સ ટીમમાં એક્ટિંગ માટે આવી હતી.