જોકે, આ મેચ દરમિયાન કોહલી દ્વારા કેકેઆરના યુવા બેટ્સમેન શુભમન ગિલનો કરવામાં આવેલો ચોંકાવનારો કેચ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિરાટના આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
મજેદાર વાત એ છે કે ગિલનો કેચ લીધા બાદ કેપ્ટન વિરાટ કોહલી પોતાની ઉપર જ હસતો જોવા મળ્યો. જોકે, એક સમયે એવું લાગ્યું હતું કે તે કેચ છોડી દેશે અને શુભમનને જીવતદાન મળી જશે, પરંતુ એવું ન થયું. કોહલીએ પાછળની તરફ દોડતાં અંતે બીજા પ્રયાસમાં પોતાના ડાબા હાથે કેચ પકડી લીધો. આ દરમિયાન તે પડતા-પડતા બચ્યો.