INDvsWI: સચિન તેંડુલકરનો આ મોટો રેકોર્ડ તોડી શકે છે વિરાટ કોહલી
વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે ક્રિકેટમાં રન બનાવવાના મામલે રાહુલ દ્રવિડ ત્રીજો સૌથી સફળ ભારતીય ખેલાડી છે. દ્રવિડે 40 મેચમાં 42.12ની એવરેજથી 1348 રન બનાવ્યા છે. જેમાં 3 સેન્ચુરી અને 8 હાફ સેન્ચુરી સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવન-ડે ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડીઝ સામે સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને 39 વન-ડેમાં 52.73ની એવરેજથી 1573 રન બનાવ્યા છે. આ દરમિયાન 4 સેન્ચુરી અને 11 હાફ સેન્ચુરી ફટકારી છે.
નવી દિલ્હીઃ વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ પાંચ વનડે મેચની સીરીઝ દરમિયાન વિરાટ કોહલી વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. 21 ઓક્ટોબરે ભારત વેસ્ટઇન્ડીઝ વચ્ચે પ્રથમ વનડે રમશે. આ વનડે સીરીઝમાં જો વિરાટ કોહલી 186 રન બનાવી લે તો તે સચિન તેંડુલકરને પાછળ છોડી દેશે. સચિન તેંડુલકર વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ સૌથી વધારે રન બનાવનાર ખેલાડી છે. કોહલી વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બની શકે છે.
વિન્ડીઝ સામે કોહલીએ અત્યાર સુધી 27 વન-ડેમાં 60.30ની એવરેજથી 1387 રન બનાવ્યા છે. જેમાં 4 સેન્ચુરી અને 9 હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે. સચિનને પાછળ રાખવા માટે વિરાટને 186 રનની જરૂર છે. જ્યારે 221 રન બનાવતાની સાથે જ વિરાટ વન-ડેમાં 10,000 રન પુરા કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -