વેસ્ટ ઇન્ડિઝ જતાં પહેલા આ એક તસવીર શેર કરીને ફરી ફસાયો વિરાટ કોહલી, જાણો વિગતે
abpasmita.in | 30 Jul 2019 10:06 AM (IST)
આ તસવીરમાં વિરાટની સાથે 5 ખેલાડી દેખાઇ રહ્યાં છે, પણ વાઇસ કેપ્ટન રોહિત શર્મા ક્યાંય દેખાતો નથી. સોશ્યલ મીડિયા પર ફેન્સ તેને શોધી રહ્યાં છે
નવી દિલ્હીઃ વિરાટ કોહલીએ ગઇકાલે જ પ્રેસ કૉન્ફરન્સ કરીને રોહિત શર્મા અને ટીમના વાતાવરણને લઇને ખુલાસો કર્યો હતો, છેલ્લા કેટલાય સમયથી વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે અણબનની ચર્ચા ચાલી રહી હતી, હવે ફરીથી વિરાટની એક તસવીરે આ પોલને ખોલી નાંખી છે. વેસ્ટ ઇન્ડિઝ ટૂર પહેલા વિરાટે એક ગૃપ ટીમ ફોટો શેર કર્યો હતો, જેમાં રોહિત શર્મા ક્યાંક ના દેખાતા સોશ્યલ મીડિયા ફેન્સે વિરાટને આડેહાથે લીધો હતો. સોશ્યલ મીડિયા પર વિરાટ કોહલીએ તસવીર શેર કરતાં લખ્યું કે, - Miami bound.. એટલે કે તે મિયામી થઇને વેસ્ટ ઇન્ડિઝ પહોંચશે. આ તસવીરમાં વિરાટની સાથે 5 ખેલાડી દેખાઇ રહ્યાં છે, પણ વાઇસ કેપ્ટન રોહિત શર્મા ક્યાંય દેખાતો નથી. સોશ્યલ મીડિયા પર ફેન્સ તેને શોધી રહ્યાં છે.