અખ્તર કે બ્રેટ લી નહીં પણ સહેવાગને આ બોલરથી લાગતો હતો ડર
મંગળવારે ગુવાહાટીમાં બીજી ટી-20 મેચ પહેલા સેહવાગે કહ્યું હતું કે ભારત આ સીરીઝ 3-0થી જીતશે. જોકે તે હવે શક્ય નથી, કેમ કે બીજી મેચ ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે જીતી લીધી છે. હવે સીરીઝ 1-1ની બરાબરી પર છે.
એક ઈન્ટરવ્યુંમાં વીરૂએ જણાવ્યું કે તે શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનથી ડરતો હતો. સેહવાગે જણાવ્યું કે મુરલીધરન સામે બેટિંગ કરવી ખુબ મુશ્કેલ હતી. આમ તો મને કઈ બોલરથી ડર નહોતો લાગતો પરંતુ મુરલીધરન અને તેમના હાવભાવ જોઈને ડર લાગતો હતો. જ્યારે પણ તેઓ ‘દૂસરા’ બોલ ફેંકતા ત્યારે રમવામાં ખુબ તકલીફ પડતી હતી.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્ટાર બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ દિગ્ગજ બોલરોને હંફાવવા માટે જાણીતા છે. વિરેન્દ્રની વિસ્ફોટક બેટિંગની સામે વિશ્વના દિગ્ગજ બોલર ડરતા હતા, પરંતુ વીરૂને પણ એક બોલરથી ડર લાગતો હતો. આ બોલર ન તો બ્રેટ લી હતો અને ન તો રાવલપિંડી એક્સપ્રેસ શોએબ અખ્તર હતો પરંતુ વિરૂને જેનાથી ડર લાગતો હતો તે બોલર એક સ્પિનર હતો.