સહેવાગે DDCAની ક્રિકેટ સમિતિમાંથી આપ્યું રાજીનામુ, જાણો શું બતાવ્યુ કારણ
તેમને કહ્યું કે, દિલ્હી ક્રિકેટના સર્વશ્રેષ્ઠ હિતોને ધ્યાનમાં રાખીને અમે તમને કહેવા માગીએ છીએ કે, અમે ત્રણેય પોતાના દૈનિક જીવનના વ્યસ્ત કાર્યક્રમના કારણે ડીડીસીએની ક્રિકેટ સમિતિના કામોને આગળ નથી વધારી શકતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસહેવાગને જ્યારે પુછવામાં આવ્યુ કે શું પ્રભાકરની નિયુક્ત ના થવાના કારણે રાજીનામું આપ્યુ છે, તો વીરુએ કહ્યું કે, અમે બધા એકસાથે આવ્યા અને પોતાનો સમય અને પ્રયાસ કર્યો, જેનાથી દિલ્હી ક્રિકેટ પોતાની ભૂમિકા અને સુધારામાં મદદ અને યોગદાન આપી શકે.
સહેવાગ ઉપરાંત સમિતિના અન્ય સભ્યો આકાશ ચોપડા અને રાહુલ સાંઘવીએ બૉલિંગ કૉચ તરીકે મનોજ પ્રભાકરને યથાવ રાખવાની ભલામણ કરી હતી, પણ તેને સ્વીકૃતિ મળી નહી.
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઓપનર અને વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે સોમવારે ડીડીએસીની ક્રિકેટ સમિતિમાંથી રાજીનામું આપી દીધું છે. સહેવાગે કહ્યું કે તેમને દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ સંઘ (ડીડીસીએ)ને સર્વશ્રેષ્ઠ હિતોને ધ્યાનમાં રાખીને સંસ્થાની ક્રિકેટ સમિતિમાંથી રાજીનામું આપી દીધુ છે.
ડીડીસીએના સુત્રો અનુસાર, ત્રણેયના રાજીનામા સ્વીકાર કરી લેવામાં આવ્યા છે, કેમકે સંસ્થાને આગામી બે દિવસોમાં કોર્ટના આદેશો અનુસાર નવું બંધારણ સોંપવાનું છે, ત્યારબાદ નવી સમિતિઓની રચનાની જરૂર પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -