'શિખર ધવનને હવે કાઢો, બીજા કેટલાય સારા ખેલાડીઓ લાઇનમાં ઉભા છે', કયા દિગ્ગજ ક્રિકેટરે આપી આ સલાહ
abpasmita.in | 17 Sep 2019 10:38 AM (IST)
લક્ષ્મણના મતે ભારતીય ટીમમાં સામેલ થઇને પોતાનુ યોગ્ય પરફોર્મન્સ બતાવી શકે એવા ઘણા ખેલાડીઓ અવેલેબલ છે. આ માત્ર તકની રાહ જોઇને બેઠા છે
નવી દિલ્હીઃ વર્લ્ડકપ બાદ સતત ફિટનેસ અને ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલી શિખર ધવન મામલે હવે પૂર્વ ક્રિકેટરે મોટી સલાહ આપી દીધી છે. ભારતીય ટીમના પૂર્વ સ્ટાર ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે પોતાનો મત આપતા કહ્યું કે, હવે શિખર ધવની જગ્યાએ અન્ય કેટલાક સારા ખેલાડીઓને તક આપવી જોઇએ, જે હાલ આ તક માટે લાઇનમાં ઉભા છે. લક્ષ્મણે આ કૉમેન્ટ આગામી ટી20 વર્લ્ડકપને ધ્યાન રાખીને કરી હતી. પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરીઝમાં નવા ખેલાડીઓને તક આપવાની વાત કહી હતી, લક્ષ્મણે એક મીડિયામાં પોતાની કૉલમમાં લખ્યુ કે આગામી ટી20 વર્લ્ડકપને જોતા ભારતને એ નિર્ણય કરવો પડશે કે શિખર ધવન, રોહિત શર્માની સાથે ઓપનિંગ કરશે કે નહીં, વર્લ્ડકપ હવે માત્ર એક વર્ષ દુર છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ સ્ટારે ઇશારા ઇશારામાં ધવનને ટીમની બહાર કરવાનો મત આપ્યો હતો, તેમના મતે ભારતીય ટીમમાં સામેલ થઇને પોતાનુ યોગ્ય પરફોર્મન્સ બતાવી શકે એવા ઘણા ખેલાડીઓ અવેલેબલ છે. આ માત્ર તકની રાહ જોઇને બેઠા છે.