શ્રીલંકાના સ્ટાર ક્રિકેટરની પત્ની અને થિસારા પરેરા વચ્ચે ફેસબુક વૉર, જાણો શું છે મામલો
. ડ્રેસિંગરૂમમાં પણ બે સિનિયરો સામ-સામે હોવાથી યુવા ખેલાડીઓ માટે આદર્શ વાતાવરણ નથી. આવી સ્થિતિમાં એક ટીમ તરીકે રમવું મુશ્કેલ છે. વર્લ્ડ કપ નજીક છે, ત્યારે આ મામલે શ્રીલંકન બોર્ડ દખલ કરે તે જરુરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅકળાયેલા થિસારા પરેરા કહ્યું કે, આ પ્રકારના વિવાદને કારણે શ્રીલંકાની ટીમ દેશવાસીઓ માટ મજાકનું પાત્ર બની ગઈ છે. હું આ મામલે શ્રીલંકન ક્રિકેટ બોર્ડના સીઈઓ એશ્લી ડી સિલ્વાને દરમિયાનગીરી કરવા માટે જણાવવાનો છું.
આ વિવાદમાં ઉતરતા પહેલા થિસારા અને મલિંગા વચ્ચેની હરિફાઈને જાણવા જેવી છે. થિસારા વર્ષ ૨૦૧૭થી મર્યાદિત ઓવરોની મેચોમાં શ્રીલંકાના કેપ્ટન તરીકે કામગીરી સંભાળી રહ્યો હતો. જોકે અશંથા ડી મેલની આગેવાની હેઠળની નવી પસંદગી સમિતિ આવતા જ તેમણે જાન્યુઆરીમાં યોજાયેલા ન્યુઝિલેન્ડના મર્યાદિત ઓવરોના પ્રવાસ માટેની ટીમનુ સુકાન થિસારા પાસેથી લઈને મલિંગાને સોંપી દીધું હતુ. આ કારણે બંને વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે. તેમાં ય થિસારાએ માલિંગની કેપ્ટન્સી સામે સવાલ કરતાં તેની પત્નીએ પિત્તો ગુમાવ્યો હતો અને થિસારાની વિરૃદ્ધમાં ફેસબૂક પોસ્ટ મૂકવાની શરૃ કરી હતી.
તાન્યા પરેરા મલિંગાએ ફરી વખત ફેસબૂકમાં થિસારા વિરૃધ્ધની પોસ્ટ મૂકતાં થિસારાએ શ્રીલંકન બોર્ડને પત્ર લખ્યો છે. થિસારાએ જણાવ્યું કે, એક વ્યક્તિના અંગત વેરને કારણે શ્રીલંકાની ક્રિકેટ ટીમ દેશવાસીઓ માટે મજાકનું પાત્ર બની ગઈ છે.
કોલંબોઃ શ્રીલંકાના ક્રિકેટ જગતમાં ફેલાયેલા ભ્રષ્ટાચારને દૂર કરવા માટે આઇસીસી હાલ ઓપરેશન ક્લિનઅપ ચલાવી રહ્યું છે. તે દરમિયાન શ્રીલંકાની વન ડે ટીમના કેપ્ટન મલિંગાની પત્ની અને ઓલરાઉન્ડર ક્રિકેટર થિસારા પરેરા વચ્ચે ફેસબૂકમાં ટકરાવની સ્થિતિ સર્જાઈ છે. તાન્યાએ જાન્યુઆરીના પ્રારંભમાં જ ફેસબૂક પોસ્ટમાં થિસારા પરેરા પર આરોપ મૂક્યો હતો કે, તે ટીમમાં સ્થાન મેળવવા માટે નવા રમત મંત્રીને મળવા દોડી ગયો ગયો અને તેમને કરગરી પડયો હતો. જવાબમાં થિસારાએ ફેસબૂક પર જ જવાબ આપતાં તેનો ૨૦૧૮નો રેકોર્ડ મુક્યો હતો. આ વિવાદ બાદ તાન્યાએ ફરી ફેસબૂક પર થિસારાને ટાર્ગેટ કરતી કોમેન્ટ કરતાં વિવાદ વધી પડયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -