BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગૂલીએ ટીમ ઇન્ડિયાના નવા કોચ માટે રાહુલ દ્વવિડની પસંદગી થઇ શકે છે તેવી સંકેત આપ્યાં છે.
ટીમ ઇન્ડિયાના હેડ કોચ હાલ રવિશાસ્ત્રી છે. જેનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે. રવિશાસ્ત્રી બાદ નવા કોચ તરીકે રાહુલ દ્વવિડનું નામ મોખરે છે. નવા કોચ માટે સૌથી પ્રૂબળ દાવેદાર દિગ્ગજ ખેલાડી રાહુલ દ્વવિડનું નામ હાલ ચર્ચામાં છે. ઉલ્લેખનિય છે કે, BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગૂલીએ જણાવ્યું કે, ટૂંક સમયમાં જ ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે દિગ્ગજ ખેલાડી બેટસમેન રાહુલ દ્વવિડની નિયુક્તિ થઇ શકે છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન બદલવા મુદ્દે જય શાહે આપ્યું મોટું નિવેદન ?
ભારતીય ક્રિકેટ ટીમમાં ટી-20 વર્લ્ડકપ બાદ મોટા પાયે ફેરફાર થઈ શકે છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાનારા ટી-20 વર્લ્ડકપ બાદ મર્યાદીત ઓવરના ક્રિકેટમાં કેપ્ટનપદેથી હકાલપટ્ટી કરવામાં આવી શકે છે. ટીમ ઈન્ડિયાના હિટમેન રોહિત શર્માને વન ડે અને ટી-20નો નવો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
એક રિપોર્ટ મુજબ 32 વર્ષીય વિરાટ કોહલી લાંબા સમયથી ભારતના ત્રણેય ફોર્મેટનો કેપ્ટન છે અને તે અત્યાર સુધીનો સૌથી સફળ કેપ્ટન છે. પરંતુ તેણે રોહિત શર્મા સાથે કેપ્ટનશિપની જવાબદારી વહેંચવાનો ફેંસલો લીધો છે. અખબારના રિપોર્ટ પ્રમાણે, વિરાટ કોહલીએ છેલ્લા થોડા મહિનામાં હોતિ અને ટીમ મેનેજમેન્ટ સાથે આ મુદ્દે લાંબી વાતચીત કરી છે. જે બાદ બીસીસીઆઈના સચિવ જય શાહે મોટું નિવેદન આપ્યું હતું. તેણે તમામ અટકળો પર પૂર્ણવિરામ લગાવતાં સ્પષ્ટ કર્યુ કે, આવી તમામ ખબર બકવાસ છે. હાલ ટીમ સ્પિલટ કેપ્ટનસીને લઈ બિલકુલ વિચારી રહી નથી.
જય શાહે કહ્યું, અમે આવો કોઈ પ્રસ્તાવ રાખ્યો નથી. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ સારી રીતે આગળ વધી રહી છે. લિમિટેડ ઓવરના ક્રિકેટમાં વિરાટના બદલે રોહિતને કેપ્ટનશિપ આપવાની વાત બકવાસ હોવાના બીસીસીઆઈ કોષાધ્યક્ષના નિવેદન પર પણ તેણે સહમતિ વ્યક્ત કરી હતી. આપણે બધા સારી રીતે સમજીએ છીએ કે આવો પ્રસ્તાવ ભારતીય ટીમના હિતમાં નથી અને તે પણ એવા સમયે જ્યારે ટીમ ટી-20 વર્લ્ડકપમાં ભાગ લેવા જઈ રહી છે.