✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

India vs England: આજથી પ્રથમ ટેસ્ટ, ક્યાં રમાશે ને ક્યાથી થશે 5 ટેસ્ટ મેચોનું લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Aug 2018 07:48 AM (IST)
1

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ 7 સપ્ટેમ્બર શુક્રવારથી 11 સપ્ટેમ્બર મંગળવાર સુધી રમાશે. આ મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ લંડનના કેનિંગટન ઓવેલમાંથી બપોરે 3.30 કલાકે કરાશે.

2

ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન 3 મેચોની ટી-20 સીરિઝમાં 2-1થી જીત મેળવી હતી જ્યારે 3 મેચોની વનડે સીરિઝમાં 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ ટેસ્ટ સીરિઝ બન્ને દેશો માટે મહત્વની છે.

3

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ 18 ઓગસ્ટ શનિવારથી 22 ઓગસ્ટ બુધવાર સુધી રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3.30 કલાકે લાઇવ થશે. મેચ નૉટિંઘમના ટ્રેન્ટબ્રિજમાં રમાશે.

4

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ 30 ઓગસ્ટ ગુરુવારે શરૂ થશે અને 3જી સપ્ટેમ્બર સોમવાર સુધી રમાશે. આ મેચનું બપોરે 3.30 કલાકે સાઉથેમ્પસનના ધ રૉઝ બૉલમાંથી લાઇવ બ્રૉડકાસ્ટિંગ કરાશે.

5

આ મેચોનુ લાઇવ, મેચની ઇગ્લિંશ કૉમેન્ટ્રી Sony Six અને Sony Six Hd પર થશે, જ્યારે SONY TEN 3 અને SONY TEN 3 HD પર હિન્દીમાં કૉમેન્ટ્રી પ્રસારિત થશે.

6

નવી દિલ્હીઃ ભારત હાલ ઇંગ્લેન્ડના પ્રવાસે છે, આજે (1 ઓગસ્ટ) ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઉતરશે. બન્ને દેશો વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ રમાવવાની છે. આ પાંચેય મેચો ક્યાં રમાશે અને ક્યારે લાઇવ ટેલિકાસ્ટ થશે તેની માહિતી આપવામાં આવી છે.

7

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 1 લી ઓગસ્ટ બુધવારથી 5 ઓગસ્ટ રવિવાર સુધી રમાશે. આ મેચનું જીવંત પ્રસારણ બર્મિંઘમના એડ્ઝબેસ્ટૉનમાંથી બપોરે 3.30 કલાકે કરાશે.

8

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 9 ઓગસ્ટ ગુરુવારથી 13 ઓગસ્ટ સોમવાર સુધી રમાશે. આ મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ પણ બપોરે 3.30 કલાકે કરાશે. મેચ લંડનના લોર્ડ્સ ગ્રાઉન્ડમાં રમાશે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • India vs England: આજથી પ્રથમ ટેસ્ટ, ક્યાં રમાશે ને ક્યાથી થશે 5 ટેસ્ટ મેચોનું લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.