IPL 2025 full schedule announcement: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ના સંપૂર્ણ શેડ્યૂલને લઈને એક મોટું અપડેટ પ્રાપ્ત થયું છે. એક રિપોર્ટ અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સોમવારે IPL 2025નું શેડ્યૂલ જાહેર કરી શકે છે. શિડ્યુલની સાથે મેચના સ્થળને લઈને પણ મહત્વની માહિતી બહાર આવી છે. દિલ્હી કેપિટલ્સ વિઝાગમાં તેની બે મેચ રમી શકે છે. આ સાથે ધર્મશાલા અને ગુવાહાટીમાં પણ મેચનું આયોજન કરી શકાશે.


  ક્રિકબઝના એક સમાચાર અનુસાર, BCCI સોમવારે IPL 2025નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરી શકે છે. આ ટુર્નામેન્ટનું આયોજન માર્ચથી થવાનું છે. ગત સિઝનની જેમ આ વખતે પણ દિલ્હી કેપિટલ્સ પાસે બે હોમ ગ્રાઉન્ડ હશે. દિલ્હીની સાથે તે વિશાખાપટ્ટનમમાં પણ મેચ રમશે. જ્યારે રાજસ્થાન રોયલ્સ તેની મેચ જયપુર તેમજ ગુવાહાટીમાં રમી શકે છે.


IPL 2025 ની મેચો ક્યાં રમાશે -


IPLની તમામ ટીમો પાસે હોમ ગ્રાઉન્ડ છે. આ સિવાય આ સિઝન માટે કેટલાક વધુ સ્થળો પસંદ કરી શકાય છે. આ સીઝનની મેચ લખનૌ, કોલકાતા, જયપુર, દિલ્હી, મુંબઈ, ગુવાહાટી, ધર્મશાલા અને ચેન્નાઈમાં રમાઈ શકે છે. આ સાથે બેંગ્લોર અને હૈદરાબાદમાં પણ મેચો યોજાશે. પંજાબ કિંગ્સ ધર્મશાલામાં બે કે ત્રણ મેચ રમી શકે છે. જ્યારે રાજસ્થાનની ટીમ ગુવાહાટીમાં બે મેચ રમશે.


ફાઈનલ ક્યારે અને ક્યાં રમાશે -


IPL 2025ની ફાઈનલ મેચ 25 મેના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ શકે છે. ગઈ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટાઈટલ જીત્યું હતું. તેણે ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. આ વખતે KKR માટે ટાઇટલ સુધી પહોંચવું આસાન નહીં હોય. મેગા ઓક્શન દરમિયાન ઘણા ખેલાડીઓની ટીમ બદલાઈ છે. તેની અસર ટીમોના પ્રદર્શન પર પણ પડશે.