Rohit Sharma News:આજથી ક્રિકેટ એશિયા કપ શરૂ થઈ રહ્યો છે, સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમનો પહેલો મુકાબલો બુધવારે UAE સાથે છે. T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા રોહિત શર્માને 8 સપ્ટેમ્બરે મોડી રાત્રે કોકિલાબેન હોસ્પિટલમાં જોવા મળ્યો હતો. તે સીધો અંદર ગયા હતા.  તેણે ચપ્પલ પહેર્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, ચાહકો પણ ચિંતિત છે કે મામલો શું છે.

Continues below advertisement

રોહિત શર્મા તાજેતરમાં બેંગ્લોરથી પાછો ફર્યો છે, જ્યાં તેણે BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો છે. તે ઓક્ટોબરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરશે, જ્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ODI શ્રેણી રમશે. રોહિતે T20 પછી આ વર્ષે ટેસ્ટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે, હવે તે ફક્ત ODIમાં જ રમતા જોવા મળશે.

Continues below advertisement

 

 

રોહિત શર્મા હોસ્પિટલમાં કેમ ગયા હતા?

રોહિતનો વીડિયો વાયરલ થયા બાદ ચાહકો ચિંતિત છે, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેનું નામ ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકો પૂછી રહ્યા છે કે, રોહિતને શું થયું છે.   હોસ્પિટલમાં જતી વખતે રોહિતે સફેદ ટી-શર્ટ, કાળો પાયજામો અને ચંપલ પહેર્યા હતા. જોકે તેના હોસ્પિટલ જવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ વીડિયો જોઈને લાગે છે કે કોઈ મોટી સમસ્યા નથી.                                                                                    

રોહિત શર્મા-વિરાટ કોહલી વગરની પહેલી ટુર્નામેન્ટ

2025ના એશિયા કપમાં ભારતનો ગ્રુપ 'એ'માં પાકિસ્તાન, યુએઈ અને ઓમાન સાથે સમાવેશ થાય છે. ૨૦૨૪માં T20 વર્લ્ડ કપ જીત્યા બાદ, રોહિત શર્માએ T20માંથી નિવૃત્તિ લીધી, વિરાટ કોહલીએ પણ તેમની સાથે આ ફોર્મેટને અલવિદા કહ્યું. આ પછી, ભારતે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ODI ફોર્મેટમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. એશિયા કપ તેમની નિવૃત્તિ પછી ભારત માટે પહેલી મોટી ટુર્નામેન્ટ છે, જેમાં સૂર્યકુમાર યાદવ કમાન સંભાળી રહ્યા છે.