✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સચિન-ગાંગુલી-લક્ષ્મણની જરૂરત શું છે, વિરાટ ખુદ જ કોચ પસંદ કરી લેઃ સુનીલ ગાવસ્કર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Jun 2017 01:01 PM (IST)
1

ઉલ્લેખનીય છે કે, જ્યારથી આ મુદ્દો સામે આવ્યો ચે ત્યારથી સુનીલ ગાવસ્કરે અનિલ કુંબલેના પક્ષમાં નિવેદન આપ્યા છે. તેમણે એ પણ કહ્યું કે વિરાટ કોહલીએ પણ નિવેદન આપીને બધુ સ્પષ્ટ કરી દેવું જોઈએ.

2

સુનીલ ગાવસ્કર આ વાતને લઈને ખૂબ જ નારાજ થઈ ગયા છે. ગાવસ્કરે સ્પષ્ટ કર્યું કે, જ્યારે ટીમના ખેલાડી અને કેપ્ટની પસંદથી જ કોચની પસંદગી કરવાની છે તો પછી સલાહકાર સમિતિનું કામ શું છે. સીધા જ વેસ્ટઇન્ડીઝમાં હાજર ખેલાડીઓ અને કેપ્ટન કોહલીને પૂછી લો કે તેઓ કોને કોચ બનાવવા માગે છે. તેનાથી ઘણાં લોકોનો સમય પણ બચી જશે.

3

લંડનમાં ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન આ ત્રિપુટીએ વિરાટ કોહલી અને અનિલ કુંબલે સાથે અલગ અલગ બેઠક કરી હતી. ત્રણેય એવી ભલામણ કરી હતી કે અનિલ કુંબલેને જ ટીમના કોચ તરીકે જાળવી રાખવામાં આવે, પરંતુ આ ત્રણેયની વાતને કોહલીએ નકારી કાઢી.

4

મુંબઈઃ અનિલ કુંબલે અને વિરાટ કોહલીના વિવાદમાં ટીમ ઇન્ડિયાના સૌથી મોટા સ્ટારમાંથી એક એવા સુનીલ ગાવસ્કરે કહ્યું કે, જો કેપ્ટની જ પસંદ અને નાપસંદ મહત્ત્વની હોય તો પછી ક્રિકેટ સલાહકાર સમિતિનું કામ શું છે. ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઈની ક્રિકેટ સલાહકાર સમિતિમાં સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ છે અને તેમના પર જ ટીમ માટે નવા કોચની પસંદગી કરવાની જવાબદારી છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • સચિન-ગાંગુલી-લક્ષ્મણની જરૂરત શું છે, વિરાટ ખુદ જ કોચ પસંદ કરી લેઃ સુનીલ ગાવસ્કર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.