Novak Djokovic in Wimbledon Final: નોવાક જોકોવિચે વિમ્બલ્ડનની સેમિફાઇનલમાં બ્રિટનના કૈમરુન નોરીને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ જીત સાથે જોકોવિચે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રમવાનો રોજર ફેડરરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જોકોવિચ હવે 32મી વખત ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં ઉતરશે. રોજર ફેડરર 31 વખત અને રાફેલ નડાલ 30 વખત ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં રમ્યા છે.






વિમ્બલ્ડનમાં પ્રથમ ક્રમના ખેલાડી જોકોવિચે પુરૂષોની સિંગલ્સ સેમિફાઇનલ મેચમા નવમા ક્રમાંકિત નોરી સામે સંઘર્ષ કરવો પડ્યો હતો. જોકોવિચ તેનો પહેલો સેટ નોરી સામે 2-6થી હારી ગયો હતો. જોકે, પછીના ત્રણ સેટમાં જોકોવિચે વાપસી કરી હતી અને નોરીને 6-3, 6-2 અને 6-4થી હરાવીને વિમ્બલ્ડનની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.


જોકોવિચ અત્યાર સુધીમાં 6 વખત વિમ્બલ્ડન ટાઈટલ જીતી ચૂક્યો છે. તે છેલ્લા ત્રણ વખતથી અહીં સતત ચેમ્પિયન રહ્યો છે. જોકોવિચના નામે 20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાની રેસમાં તે ફેડરર સાથે બીજા સ્થાને છે. આ મામલે રાફેલ નડાલ ટોપ પર છે. નડાલે અત્યાર સુધીમાં 22 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે.


કિર્ગિયોસ ફાઇનલમાં જોકોવિચ સામે ટકરાશે


વિમ્બલ્ડનની ફાઇનલમાં નોવાક જોકોવિચનો સામનો ઓસ્ટ્રેલિયન ખેલાડી કિર્ગિયોસ સાથે થશે. કિર્ગિયોસને સેમિફાઇનલમાં વોક ઓવર મળી હતી. રાફેલ નડાલ ઈજાના કારણે વિમ્બલ્ડનની સેમીફાઈનલમાંથી ખસી ગયો હતો. આવી સ્થિતિમાં કિર્ગિયોસે સેમિફાઇનલ મેચ રમ્યા વિના ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.


 


UK New Prime Minister: બ્રિટનના નવા વડાપ્રધાન અંગે મોટા સમાચાર, ભારતીય મૂળના ઋષિ સુનકે કર્યો વડાપ્રધાન બનવાનો દાવો


Watch: વાદળ ફાટ્યા બાદ અમરનાથ ગુફા નજીક રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગી ટીમ, સામે આવ્યો આ વીડિયો


Ponniyin Selvan Teaser: પોન્નીયન સેલ્વન-1નું ધમાકેદાર ટીઝર લોન્ચ થયું, આ ટીઝર બાહુબલીની યાદ અપાવી દેશે, જુઓ Teaser


Malaika Arora Video: જિમ આઉટફિટમાં જોવા મળી મલાઈકા, સોશિયલ મીડિયામાં લોકો કરી રહ્યા છે ટ્રોલ