વર્લ્ડ બેન્ડમિન્ટન ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચી પીવી સિંધુ
સાઇના અગાઉ પણ 2015ના વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી હતી. ત્યારે તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. ઓકુહારાએ એક કલાક અને 14 મિનિટમાં જીત મેળવી ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું. ઓકુહારાએ ક્વાર્ટર ફાઇનલમાં ઓલિમ્પિક અને ડિફેન્ડિંગ ચેમ્પિયન સ્પેનની કેરોલિના મારિનને હરાવી હતી. જ્યારે સાઈનાએ ક્વાર્ટર ફાઇનલમાં સ્કોટલેન્ડની કર્સ્ટી ગિલમોરને હરાવી સેમી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
આ મુકાબલો 48 મિનીટ સુધી ચાલ્યો હતો. તેમાં ચીની ખેલાડી ચેન યૂ ફેઈ સિંધુ સામે ટક્કર આપી શકી નહોતી. સિધુંએ બન્ને રાઉન્ડ સરળતાથી જીતી લીધા હતા. સિધુંએ 2013 અને 2014માં રમાયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોંઝ મેડલ જીત્યો હતો અને હવે તેનો ફાઈનલમાં જાપાનની નોજોમી ઓકુહરા સાથે મુકાબલો થશે. ભારત તરફથી આજ સુધી કોઈ પણ શટલરે ગોલ્ડ મેડલ પર કબજો કર્યો નથી. જો કે આજે સાંજે ફાઈનલ રમાશે. ઓકુહરા વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચનારી જાપાનની પ્રથમ શટલર છે.
બીજી બાજું સાઇના નેહવાલ સતત બીજા વર્ષે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવી શકી હતી. શનિવારે રમાયેલી સેમિ ફાઇનલમાં સાઈનાનો જાપાનની નોજોમી ઓકુહારા સામે 12-21, 21-17, 21-10થી પરાજય થયો હતો. આ હારના કારણે સાઈનાએ બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો છે. વર્લ્ડ બેડમિન્ટનમાં તેનો આ બીજો મેડલ છે.
નવી દિલ્લી: ભારતીય બેડમિંટન સ્ટાર પીવી સીંધુએ ગ્લાસ્ગોમાં રમાઈ રહેલા વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાં ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. સિંધુનો સેમી ફાઇનલમાં ચીનની 19 વર્ષીય ખેલાડી ચેન યૂ ફેઈને 21-13, 21-10થી હરાવી છે. આ જીત સાથે સિંધુએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીની ખેલાડીને સામે અજેય અભિયાન જાળવી રાખ્યું છે.