નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતો ઓલરાઉન્ડર કેદાર જાધવ ખભામાં ઇજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. રવિવારે રાતે કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમાયેલી મેચમાં જાધવને ખભામાં ઇજા થઇ હતી. ઇજામાંથી મુક્ત થવામાં તેને બે સપ્તાહનો સમય લાગી શકે છે. વન ડે વર્લ્ડ કપની 15 સભ્યોની ભારતીય ટીમમાં સામેલ 4 ઓલરાઉન્ડરોમાંથી તે એક છે. ઇંગ્લેન્ડમાં 30 મેથી 14 જુલાઇ સુધી વર્લ્ડકપ રમાવાનો છે.

મહારાષ્ટ્રનો ઓલરાઉન્ડર જાધવ વર્લ્ડકપમાં ભારતીય ટીમનો મહત્વનો ખેલાડી છે. તે મીડલ ઓર્ડરનો અચ્છો બેટ્સમેન છે અને પાર્ટ ટાઈમ સ્પિનર તરીકે પણ સાતત્યભર્યો દેખાવ કરતો રહ્યો છે. પંજાબ સામેની ચેન્નાઈની મેચ દરમિયાન કિંગ્સ ઈલેવનની ઈનિંગની ૧૪મી ઓવર બ્રાવોએ નાંખી હતી.આ દરમિયાન જાડેજાના થ્રો પર ડ્વેન બ્રાવો બોલ પકડી શક્યો નહતો અને ઓવર થ્રોમાં બોલ બાઉન્ડ્રીની બહાર જતો હતો, ત્યારે તેને અટકાવવા માટે જાધવે ડાઈવ લગાવી હતી. આ ડાઈવને કારણે તેને ખભામાં ઈજા થઈ હતી.

આ ઘટના બાદ તેણે તરત મેદાન છોડી દીધું હતુ. આ સમયે ચેન્નાઈનો ફિઝિયો દોડી આવ્યો હતો. તેણે તેને સારવાર આપવાની શરૃ કરી દીધી હતી. જોકે આ પછી જાધવ મેદાન પર ઉતર્યો નહતો. તેના સ્થાને મુરલી વિજયે ફિલ્ડિંગ કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, કેદાર આઈપીએલ પ્લેઓફમાં નહીં રમે. કારણકે જ્યારે ટીમ વર્લ્ડકપ માટે રવાના થશે ત્યાં સુધીમે તેનું ફીટ થઈ જવું જરૂરી છે. આ સામાન્ય ઇજા છે પરંતુ સાવધાની રાખવી વધારે સારી છે. મોટી ટૂર્નામેન્ટ પહેલા તમે સામાન્ય મચકોડને પણ અવગણી શકો નહીં. જાધવ બે સપ્તાહમાં ઠીક થઇ જશે. જો તે અનફિટ સાબિત થશે તો વર્લ્ડકપ માટે રિઝર્વ ખેલાડી અંબાતી રાયડૂ અને રિષભ પંત બેમાંથી કોઇ એકને મોકો મળી શકે છે. રાયડૂ અને પંતને 15 સભ્યોની ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યા અને તેઓને રિઝર્વ રાખવામાં આવ્યા છે.

IPLની વ્યસ્તતા વચ્ચે ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર ધોનીએ કઈ મહિલા સાથે કર્યું વોટિંગ, જાણો વિગત