ઇગ્લેન્ડ પાસે જેસન રોય, જોની બેયરસ્ટો, જો રૂટ, મોર્ગન અને જોસ બટલર જેવા બેટ્સમેન છે એકલા હાથે ટીમને વિજય અપાવવા સક્ષમ છે. બીજી તરફ સાઉથ આફ્રિકાને વર્લ્ડકપમાં ખૂબ નિરાશા સાંપડી છે. સાઉથ આફ્રિકા પણ અત્યાર સુધીમાં એક પણ વર્લ્ડકપ જીતી નથી. સાઉથ આફ્રિકાના કોચના મતે બધુ દબાણ ઇગ્લેન્ડ પર છે. વન ડેની નંબર વન ટીમ સામે રમવું એક સારી શરૂઆત હશે કારણ કે અમને ખ્યાલ છે કે અમે કેવી ટીમ છીએ અને આગળ અમારે કેવી રીતે રમવાનું છે.
૨૦૧૯ના વર્લ્ડ કપમાં આઈસીસીએ ફોર્મેટમાં કેટલાક ફેરફાર કર્યા છે અને આ વખતે ટીમોને વિવિધ ગ્રૂપમાં વહેંચવામાં આવી નથી. આ વખતે પ્રત્યેક ટીમે બાકીની તમામ ટીમો સામે એક-એક મેચ રમવાની છે જેના કારણે તમામ ટીમને સેમિફાઇનલમાં પહોંચવાની સમાન તક રહેશે. રાઉન્ડ રોબિન લીગના અંતે ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં રમશે. એક ટીમ લીગ તબક્કામાં નવ મેચ રમશે. પોઇન્ટ ટેબલમાં પ્રથમ ક્રમાંકે રહેલી તથા ચોથા ક્રમાંકે રહેલી ટીમ પ્રથમ સેમિફાઇનલમાં તથા બીજા અને ત્રીજા ક્રમાંકની ટીમ બીજી સેમિફાઇનલમાં રમશે.