નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને અફઘાનિસ્તાન વિરૂદ્ધ એવી ઇનિંગ રમી જેમાં વનડે ઈતિહાસના સૌથી વધારે એટલે કે 17 છગ્ગા સામેલ હતા. તેણે માત્ર 71 બોલરમાં 148 રનની ઇનિંગ રમી. મોર્ગને પોતાના નામે વનડેના સૌથી ઝડપી ચોથી સેન્ચુરીનો પણ રેકોર્ડ બનાવ્યો. ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનના મેચમાં કુલ 33 છગ્ગા લાગ્યા હતા પરંતુ કોઈપણ સૌથી લાંબા છગ્ગા મારવાનો રેકોર્ડ તોડી શક્યું ન હતું. આ રેક્રોડ બેસ્ટઈન્ડીઝના ત્રણ બેટ્સમેનના નામે છે. આવો જાણીએ ક્યા છે એ ત્રણ ખેલાડી.




આંદ્રે રસેલઃ વેસ્ટઇન્ડીઝની 198 રને 5 વિકેટ હતી જ્યારે રસેલ બેટિંગ કરવા આવ્યા. એડમ જામ્પે તેને સીધા બેટ નીચે બોલ ફેંક્યો અને રસેલે 103 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો. રસેલે આ છગ્ગાની મદદથી વનડેમાં 1000 રન પણ પૂરા કર્યા.



શિમરોન હેટમેયરઃ પોતાની ટીમના ખેલાડીને જોતા શિમરોન હેટમેયરે પણ બાંગ્લાદશ વિરૂદ્ધ લાંબી સિક્સર ફટકારી હતી. હેટમેયરે 26 બોલમાં 50 રન પૂરા કર્યા. પરંતુ આ વચ્ચે તેણે 104 મીટરનો છગ્ગો ફટકાર્યો. તેણે આ સિક્સર હોસૈનની બોલ પર ફટકારી હતી.



જેસન હોલ્ડરઃ માત્ર 6 ઓવરના ગેપની અંદર જ ટૂર્નામેન્ટની વધુ એક સિક્સર લાગી. આ સિક્સર 16 રન પર બેટિંગી કરી રહેલ જેનસ હોલ્ડરે બાંગ્લાદેશ વિરૂદ્ધ ફટકારી. તેણે મશરફે મુર્તજાના બોલ પર 105 મીટર લાંબી સિક્સર ફટકારી હતી.