નવી દિલ્હીઃવર્લ્ડકપ 2019માં આજે ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો છે. ટોસ જીતી ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 397 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના કેપ્ટન મોર્ગને 71 બોલમાં 148 રન બનાવ્યા હતા. જેમાં તેણે 17 સિક્સ મારી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

ઈંગ્લેન્ડના બોલરોએ વર્લ્ડના નંબર 1 સ્પિનર રાશિદ ખાનની સારી ધોલાઈ કરી હતી. રાશિદ ખાને 9 ઓવરમાં 110 રન આપ્યા હતા અને તે એક પણ વિકેટ ઝડપી શક્યો નહોતો. આ સાથે જ રાશિદ ખાન વર્લ્ડકપમાં સૌથી વધારે રન આપનારો સ્પિનર બની ગયો છે.


અફઘાનિસ્તાનના 20 વર્ષીય લેગ સ્પિનર રાશિદ ખાન માટે મંગળવાર અમંગળ સાબિત થયો હતો. તેની બોલંગમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ 11 સિક્સ ફટકારી હતી. જેની સાથે જ તે વન ડેમાં સૌથી વધારે સિક્સ આપનારો બોલર બન્યો હતો.


વન ડે ઈન્ટરનેશનલમાં 100 કે તેથી વધારે રન આપનારો એક માત્ર સ્પિનર બની ગયો છે. મોર્ગને રાશિદની ઓવરમાં 7 છગ્ગા માર્યા હતા. વન ડે ઈન્ટરનેશનલમાં કોઈ બેટ્સમેન દ્વારા એક બોલરને ફટકારેલા સૌથી વધારે છગ્ગાનો રેકોર્ડ છે.

આજની મેચ પહેલા વર્લ્ડકપમાં સૌથી વધારે રન આપવાનો રેકોર્ડ એમ સ્નેડનના નામે હતો. 1983ના વર્લ્ડકપમાં તેણે 12 ઓવરમાં 105 રન આપ્યા હતા. જે બાદ 2015ના વર્લ્ડકપમાં વેસ્ટઈન્ડિઝના જેસન હોલ્ડરે 10 ઓવરમાં 104 અને 2015માં અફઘાનિસ્તાનના દૌલત જાદરને 10 ઓવરમાં 101 રન આપ્યા હતા.