માંચેસ્ટરઃ ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડકપ 2019માં વિરાટની આગેવાનીમાં સારો દેખાવ કરી રહી છે. ટીમના આ શાનદાર પ્રદર્શન વચ્ચે ટીમ ઈન્ડિયાના સૌથી અનુભવી ખેલાડી અને વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીની ધીમી બેટિંગની ચારેબાજુથી ચર્ચા થઈ રહી છે. ઘણા વિવેચકોએ ધોનીની આ પ્રકારની બેટિંગની ટિકા પણ કરી છે. આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ધોનીના આલોચકોને સણસણતો જવાબ આપ્યો હતો.


ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલા વિરાટ કોહલીએ ધોનીનો પક્ષ લેતા કહ્યું કે, પૂરી ટીમ ધોની પર વિશ્વાસ કરે છે અને અમે તેની સાથે છીએ. તે મુશ્કેલી પરિસ્થિતિમાં ટીમ માટે ઉભો રહ્યો અને જીત અપાવી. આ કેલેન્ડર વર્ષમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. મને લાગે છે કે કોઇ પણ ખેલાડીને એક કે બે ખરાબ પ્રદર્શન બાદ તેની આલોચના કરવી ઠીક નથી. અમે આ પ્રકારની વાતો પર ધ્યાન આપતા નથી.

વિરાટે ધોની અંગે કહ્યું કે, ક્યારે શું કરવું તેની સારી રીતે ખબર છે. મને નથી લાગતું કે તે એવો ક્રિકેટર છે જેને શું કરવું તે કહેવાની જરૂર છે. અનેક ચીજો બહારથી થતી હોય છે, જેનો આપણે અનુભવ કરતા હોઈએ છીએ. અમે ચેન્જ રૂમની અંદર શું જાણીએ છીએ અને તે અમારા માટે સૌથી મહત્વનું છે.


ધોનીએ વેસ્ટ ઈન્ડિઝ સામે માનચેસ્ટરમાં રમાયેલી મેચમાં ધીમી ઈનિંગ રમી હતી પરંતુ બાદમાં ઝડપી રન બનાવ્યા અને અડધી સદી ફટકારી નોટ આઉટ રહીને પેવેલિયન પરત ફર્યો હતો. આ ઉપરાંત તેણે અફઘાનિસ્તાન સામે કરેલી ધીમી બેટિંગની ખૂબ આલોચના થઈ હતી. સચિને પણ ધોનીની ધીમી બેટિંગની ટીકા કરી હતી.


વર્લ્ડકપઃ ઈંગ્લેન્ડ સામેની મેચમાં પાકિસ્તાન કરશે ભારતની જીતની પ્રાર્થના, જાણો કારણ

મલાઇકા અરોરાએ બોલીવુડના કયા એક્ટરને પ્રેમનો કર્યો એકરાર, જાણો વિગત  

ડાંગમાં ધોધમાર વરસાદ પડતા નદીમાં આવ્યા નવા નીર, જુઓ વીડિયો