લીડ્સઃ વર્લ્ડકપ 2019ની 44મી લીગ મેચમાં ભારતે શ્રીલંકાને 7 વિકેટથી હાર આપીને પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. શ્રીલંકાએ મેચ જીતવા આપેલા 265 રનના લક્ષ્યાંકને ટીમ ઈન્ડિયાએ 43.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધો હતો. ભારતના બંને ઓપનરો રોહિત શર્મા અને લોકેશ રાહુલે સદી ફટકારી હતી. વર્લ્ડકપમાં આવી સિદ્ધી ટીમ ઈન્ડિયાની સૌથી સફળ ઓપનિંગ જોડીમાં સ્થાન પામતી સચિન તેંડુલકર – વિરેન્દ્ર સેહવાગની જોડી પણ મેળવી શકી નથી.


વર્લ્ડકપમાં બંને ઓપનરોએ સદી ફટકારી હોય તેવી આ માત્ર ત્રીજી ઘટના છે. જ્યારે વર્લ્ડ કપમાં ભારતના બંને ઓપનરોએ સદી ફટકારી હોય તેવી આ સૌપ્રથમ ઘટના છે. અગાઉ 2011ના વર્લ્ડકપમાં શ્રીલંકાના ઓપનરો ઉપુલ થારંગા અને તિલકરત્ને દિલશાને આવી સિદ્ધિ બે વખત હાંસલ કરી હતી. 2011ના વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વે સામે પાલેકલમાં થારંગાએ 133 અને દિલશાને 144 રન ફટકાર્યા હતા. આ પછી તે જ વર્લ્ડકપમાં કોલંબોમાં રમાયેલી ઈંગ્લેન્ડ સામેની મેચમાં થારંગાએ 102* અને દિલશાને 108* રન ફટકાર્યા હતા. આ પછી રોહિત અને લોકેશની જોડીને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત બંનેએ વર્લ્ડકપમાં ભારત તરફથી સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ પહેલાનો રેકોર્ડ પણ તેમના નામે હતો. બાંગ્લાદેશ સામે વર્તમાન વર્લ્ડકપમાં બંનેની જોડીએ 180 રનની ભાગીદારી કરી હતી.

ટીમ ઈન્ડિયાનો ઓપનર અને રોહિત શર્માના સાથી શિખર ધવનને વર્તમાન વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં આંગળીમાં ઈજા થઈ હતી. જેમાંથી તે મુક્ત ન થઈ શકતા વર્લ્ડકપમાંથી હટી ગયો હતો. હાલ વર્લ્ડકપમાં રોહિત શર્માની સાથે લોકેશ રાહુલ આવે છે.

ભારત ન્યૂઝિલેન્ડ સામે સેમિફાઇનલ રમ્યા વિના કઇ રીતે ફાઇનલમાં આવી શકે, જાણો વિગત

વાપી જળબંબાકાર, નીચાણવાળા વિસ્તારો આખેઆખે પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો