વિરાટ કોહલીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, દિનેશ કાર્તિક દબાણમાં ટીમ ઈન્ડિયાને તેના અનુભવથી બહાર લી શકે છે. આ માટે યુવા રિષભ પંતને બીજા વિકેટકિપર બેટ્સમેન તરીકે વર્લ્ડકપ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
દબાણની સ્થિતિમાં તેણે ખુદને સાબિત કરી દેખાડ્યો છે, તેની પાસે અનુભવ છે. ભગવાન ન કરે ધોનીને કંઇ થાય તો પછી કાર્તિક વિકેટ પાછળ પણ એટલો જ કામમાં આવશે. ફિનિશર તરીકે પણ તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી વિશ્વકપ માટે અમે કાર્તિકને પસંદ કર્યો છે.
33 વર્ષીય દિનેશ કાર્તિક વારંવાર ભારતીય ટીમની અંદર-બહાર થતો રહે છે. પરંતુ ગત વર્ષે આઈપીએલમાં સારો દેખાવ અને તે પછી ભારતીય ટીમમાં પુનરાગમન બાદ કાર્તિકને ખુદને સાબિત કર્યો અને વિશ્વકપ માટે પ્રબળ દાવેદાર હોવાની છાપ છોડી હતી. કાર્તિક નિદાહાસ ટ્રોફીની ફાઇનલમાં જે રીતે બેટિંગ કરી હતી તે બાદ ટીમ મેનેજમેન્ટનો તેના પર વિશ્વાસ વધ્યો હતો.
સેહવાગે હાર્દિક પંડ્યાને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત
પાકિસ્તાનના ઈમામ ઉલ હકે તોડ્યો ભારતના કપિલ દેવનો 36 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગત
બોલીવુડની જાણીતી હોટ એક્ટ્રેસે આદિત્ય પંચોલી પર લગાવ્યો રેપનો આરોપ, એક્ટરે કરી આ વાત, જાણો વિગત
છોટાઉદેપુરના બોડેલીમાં ભૂંડે પાંચ વર્ષની બાળકીને બચકા ભર્યા, જુઓ વીડિયો