Women's IPL Auction :  વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં ખેલાડીઓની હરાજી પ્રક્રિયામાં વધુ સમય બાકી નથી. લાંબા સમયથી મહિલા IPLની રાહ જોઈ રહેલા ફેન્સને BCCIએ ખુશખબર આપી હતી. આજે મહિલા IPL એટલે કે મહિલા પ્રીમિયર લીગની હરાજી થશે. તે જ સમયે, આ લીગ 4 માર્ચથી 26 માર્ચ સુધી રમાશે. મહિલા IPL હરાજીનું લાઇવ પ્રસારણ વાયાકોમ 18 નેટવર્ક પર કરવામાં આવશે, જેની જાહેરાત પહેલા જ કરવામાં આવી છે.


મહિલા પ્રીમિયર લીગની પ્રથમ આવૃત્તિમાં કુલ 5 ફ્રેન્ચાઈઝી ભાગ લેવા જઈ રહી છે, જેમાં કુલ 22 મેચો રમાશે. પ્રથમ એડિશનમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, અમદાવાદ અને લખનઉની ટીમો રમતી જોવા મળશે. વિમેન્સ પ્રીમિયર લીગ માટે ખેલાડીઓની હરાજી પ્રક્રિયા મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં બપોરે 2:30 વાગ્યે યોજાશે.


હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવા માટે કુલ 1525 ખેલાડીઓએ તેમના નામ નોંધાવ્યા હતા, ત્યારબાદ 409 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આમાંથી, જ્યાં 202 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરી ચૂક્યા છે, ત્યાં 199 ખેલાડીઓ એવા છે જેમણે એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. તમામ ફ્રેન્ચાઈઝીઓને 12 કરોડ રૂપિયાની પર્સ વેલ્યુ આપવામાં આવી છે, જેમાં તેણે પોતાની ટીમમાં વધુમાં વધુ 18 ખેલાડીઓને સામેલ કરવા પડશે.


મહિલા પ્રીમિયર લીગની હરાજી ક્યાં યોજાઈ રહી છે?


વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝન માટે ખેલાડીઓની હરાજી પ્રક્રિયા 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાશે.


કયા સમયે ખેલાડીઓની હરાજી પ્રક્રિયા શરૂ થશે?


મહિલા પ્રીમિયર લીગની હરાજી ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.


મહિલા પ્રીમિયર લીગની ખેલાડીઓની હરાજી કેવી રીતે જો શકાશે ?


વિમેન્સ પ્રીમિયર લીગ પ્લેયર ઓક્શનનું લાઈવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ 18 અને સ્પોર્ટ્સ 18 એચડી ચેનલો પર કરવામાં આવશે. તે જ સમયે, આ ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ પણ Jio સિનેમા એપ પર કરવામાં આવશે.


મહિલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની વિજયી શરૂઆત


મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રસાકસી બાદ ભારતે અંતે સાત વિકેટે મેચ જીત્યો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. ટી20માં ભારત સામે પાકિસ્તાનનો આ સૌથી મોટો સ્કોર હતો. જવાબમાં ભારતે 19મી ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.