WPL 2025: મહિલા પ્રીમિયર લીગ (WPL) ની ત્રીજી સીઝન 14 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. ટુર્નામેન્ટની પહેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે. આ વર્ષે ટુર્નામેન્ટ ચાર સ્થળોએ યોજાશે. તે વડોદરાથી શરૂ થશે ત્યારબાદ બેંગલુરુમાં અને ત્યારબાદ લખનઉ અને મુંબઈમાં મેચ રમાશે. લીગ તબક્કાની મેચો 11 માર્ચ સુધી ચાલુ રહેશે. એલિમિનેટર 13 માર્ચે યોજાશે. ફાઇનલ મેચ 15 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાશે.


લીગમાં કુલ 22 મેચ રમાશે


દિલ્હી કેપિટલ્સ આ વર્ષે કોઈ મેચની યજમાની કરશે નહીં. ગયા વર્ષે તેઓએ બેંગલુરુ સાથે સહયોગથી મેચોનું આયોજન કર્યું હતું. આ વખતે કોઈ પણ દિવસે બે મેચ નહીં હોય એટલે કે ડબલહેડર નહીં હોય. 5 ટીમોની આ ટુર્નામેન્ટમાં બધી ટીમો એકબીજા સામે એક મેચ રમશે. લીગમાં કુલ 22 મેચ રમાશે. ગ્રુપ રાઉન્ડ દરમિયાન 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 2 માર્ચ, 4 માર્ચ, 5 માર્ચ અને 9 માર્ચે કોઈ મેચ નહીં હોય.






મહિલા પ્રીમિયર લીગ 2025 ક્યારે શરૂ થશે?


મહિલા પ્રીમિયર લીગ 2025 શુક્રવાર, 14 ફેબ્રુઆરીથી શરૂ થશે. 2025 સીઝનની WPL મેચો વડોદરા, બેંગલુરુ, લખનઉ અને મુંબઈમાં રમાશે. બધી મેચો ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. WPL 2025નું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ઉપલબ્ધ થશે. WPL 2025 લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર ઉપલબ્ધ થશે.


પહેલી મેચ ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ મહિલા ટીમ વચ્ચે રમાશે. પરંતુ આ પહેલા જ RCB ને મોટો ફટકો પડ્યો છે. ટીમની મજબૂત ખેલાડી આશા સોભના ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. તેને ઈજા થઈ છે. આરસીબીએ આશાના સ્થાને નુઝહત પરવીનને ટીમમાં સામેલ કરી છે.


ગુરુવારે સાંજે આરસીબી મહિલા ટીમે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે આશા શોભનાને ટીમમાંથી બહાર થઈ ગઈ છે. ટીમે ટ્વિટર પર લખ્યું, “અમારી ચેમ્પિયન ઓલરાઉન્ડર આશા સોભના WPL 2025માંથી બહાર થઈ ગઈ છે. તેના ઘૂંટણમાં ઈજા થઈ છે. આ સિઝનમાં સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન નુઝહત પરવીન તેનું સ્થાન લેશે. સ્વાગત છે નુઝહત


WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?