Southampton Weather Update: ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાઇ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ ખરાબ હવામાનના કારણે અટકી પડી છે. મેચના ચાર દિવસ પસાર થઇ ચૂક્યા છે, પરંતુ મેચનો 70 ટકાથી વધુ ભાગ વરસાદના કારણે બરબાદ થઇ ગયો છે. સાઉથેમ્પ્ટનનુ હવામાન મંગળવારે પણ ફેન્સ માટે નિરાશા લઇને જ આવશે. 


મંગળવારે સાઉથેમ્પ્ટનના હવામાનની વાત કરીએ તો દિવસનો મોટો ભાગ આસામાનમાં વાદળો છવાયેલા રહેશે. મંગળવારે સવારે સાઉથેમ્પ્ટનમાં વરસાદ પડશે. બપોરે પણ વરસાદ થવાનો કયાસ લગાવવામાં આવી રહ્યો છે. સાંજે જોકે વરસાદ ના થવાની આશા છે, પરંતુ ખરાબ હવામાનના કારણે ત્યારે પણ થવાની સંભાવના એકદમ ઓછી છે. 


સાઉથેમ્પ્ટનમાં વરસાદ ઉપરાંત ખરાબ પ્રકાશ પણ મેચ માટે સમસ્યા બનેલી છે. છેલ્લા કેટલાક દિવસોથી સાઉથેમ્પ્ટનના આકાશ વાદળોથી ઘેરાયેલુ છે. બીજા અને ત્રીજા દિવસની રમત દરમિયાન વરસાદના બદલે ખરાબ પ્રકાશથી મેચમાં કેટલી ઓવરની મેચ થઇ શકશે તેના વિશે કંઇપણ કહી ના શકાય.


મેચમાં ફેંકવામાં આવી છે ફક્ત 141 ઓવર- 
ટેસ્ટ મેચમાં ચાર દિવસમાં 360 ઓવર નાંખવાનો ટાર્ગેટ હોય છે. પરંતુ ફાઇનલમાં અત્યાર સુધી ચાર દિવસમાં 141.1 ઓવરની જ રમત થઇ શકી છે. ડબ્લ્યૂટીસી ફાઇનલમાં જોકે બે દિવસનો સમય હજુ બચ્યો છે. પરંતુ ટેસ્ટ મેચમાં એક દિવસમાં વધુમાં વધુ 98 ઓવરની જ રમત થઇ શકી છે. આનો અર્થ છે કે પાંચમા દિવસ અને રિઝર્વ ડે પર હવામાન પુરેપુરુ સાફ રહી શકે છે, તો પણ મેચમાં વધુમાં વધુ 196 ઓવરની જ રમત થઇ શકશે. 


આટલી ઓછી ઓવરમાં મેચનુ પરિણામ આવવાની સંભાવના બહુજ ઓછી છે, ભારતે પહેલા બેટિંગ કરતા 217 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડ આના જવાબમાં અત્યાર સુધી બે વિકેટના નુકશાને 101 રન બનાવી ચૂક્યુ છે. સાઉથેમ્પ્ટનના આકાશ વાદળોથી ઘેરાયેલુ છે. બીજા અને ત્રીજા દિવસની રમત દરમિયાન વરસાદના બદલે ખરાબ પ્રકાશથી મેચમાં કેટલી ઓવરની મેચ થઇ શકશે તેના વિશે કંઇપણ કહી ના શકાય.