નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 18 જૂનથી સાઉથેમ્પ્ટનના એજેસ બાઉલમાં આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (ડબલ્યૂટીસી)ની ફાઇનલ રમાવવાની છે. આ મેચ પર હવે બધાની નજર બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન પર હશે. ઇંગ્લેન્ડની સ્થિતિને ધ્યાનમાં રાખતા ટીમ પ્રબંધન આ મેચ માટે એક સંતુલિત ટીમની પસંદગી કરવા ઇચ્છશે.
ભારતીય ટીમની વાત કરીએ તો ફાઇનલ મેચમાં સ્પિન વિભાગમાં કોણે જગ્યા આપવમાં આવશે, આ વાતને લઇને સૌથી વધુ ચર્ચા છે. ભારતના પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે હવે આને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે.
લક્ષ્મણે કહ્યું છે કે ડબલ્યૂટીસીની ફાઇનલમાં સ્પીનર તરીકે આર અશ્વિન તેની પહેલં પસંદ હશે. તેમને કહ્યું કે- ઓસ્ટ્રેલિયાના છેલ્લા પ્રવાસમાં અશ્વિનનુ પ્રદર્શન એકદમ શાનદાર હતુ, એટલે સ્પીનર કતરીકે આ મેચમાં તે અશ્વિનને પહેલો પસંદ કરશે. ઓસ્ટ્રેલિયાના ગયા પ્રવાસમાં તેને શાનદાર બૉલિંગ કરી હતી. સ્ટીવ સ્મિથ જેવા બેટ્સમેનો પર પણ તે સતત હાવી રહ્યો અને તે પ્રવાસમાં કેટલીયવાર આઉટ પણ કર્યો. ભારતના તે સીરીઝ જીતવામાં એક મહત્વપૂર્ણ અને મોટુ કારણ અશ્વિનનુ શાનદાર પ્રદર્શન હતુ.
જાડેજાને ગણાવ્યો કમ્પલેટ પ્લેયર-
વળી, ટીમના ઓલરાઉન્ડર જાડેજા વિશે લક્ષ્મણે કહ્યું કે તે એક કમ્પલેટ પ્લેયર છે, અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેની રમતમાં જબરદસ્ત નિખાર આવ્યો છે. તેને કહ્યું તમે ટીમની પસંદગી કરતા પહેલા રવિન્દ્ર જાડેજાને પણ નજરઅંદાજ નથી કરી શકતા. છેલ્લા કેટલાક વર્ષોમાં તેની રમતમાં જબરદસ્ત સુધારો આવ્યો છે. હવે તે માત્ર બૉલર નહીં રહી ગયો જે સ્પીન માટે અનુકુળ હાલતમાં જ વિકેટ કાઢી શકે, પરંતુ પોતાની ફ્લાઇટ અને ગતિમાં પરિવર્તન કરીને તે એક મોટા બેટ્સમેનને પણ ચકમો આપી શકે છે, મારા ખ્યાલથી તે ટીમ માટે એક કમ્પલેટ પેકેજ છે. ભારતીય ટીમની વાત કરીએ તો ફાઇનલ મેચમાં સ્પિન વિભાગમાં કોણે જગ્યા આપવમાં આવશે, આ વાતને લઇને સૌથી વધુ ચર્ચા છે. ભારતના પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે હવે આને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે.