Year Ender 2021: વર્ષ 2021 પુરુ થયુ, હવે નવા વર્ષથી નવા રેકોર્ડ અને યાદો આવશે. વર્ષ 2021 તમામ લોકો માટે ખાસ રહ્યું પરંતુ સૌથી ખાસ ઓલિમ્પિકમાં ભારત માટે આ વર્ષે સૌથી યાદગાર રહ્યું હતું. ભારતે ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ટોક્યો ઓલિમ્પિકમાં ટીમ ઇન્ડિયાએ સાત મેડલ જીત્યા હતા જેમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝનો સમાવેશ થાય છે.
જેવલીન થ્રોઅર નીરજ ચોપરાએ ભારતને ઓલિમ્પિકના ઈતિહાસમાં એથ્લેટિક્સનો સૌપ્રથમ ગોલ્ડ અપાવીને ઈતિહાસ રચી દીધો હતો
કુસ્તીબાજ રવિ દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં ૫૭ કિગ્રા વજન વર્ગની ફ્રિસ્ટાઈલ કુસ્તીમાં સિલ્વર મેડલ જીત્યો
મીરાબાઈ ચાનુએ ટોક્યોમાં ૪૮ કિગ્રા વજન વર્ગમાં કુલ ૨૦૨કિગ્રા વજન ઉંચકીને સિલ્વર મેડલ જીત્યો હતો
ભારતીય બેડમિંટન સ્ટાર પી.વી. સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
બોક્સર લવલીના બોર્ગોહેને ટોક્યો ઓલિમ્પિકમાં ૬૪ થી ૬૯ કિગ્રા વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો
ભારતની પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
આ પણ વાંચોઃ
Govt Jobs 2022: જો તમે અનુવાદક બનવા માંગતા હો, તો અહીં અરજી કરો, 10 પાસ યુવાનો માટે સુવર્ણ તક