ટીમ ઈન્ડિયાને બે વખત વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા ક્રિકેટર હાલ ક્યાં છે ? જાણો ફેન્સે શું કહ્યું
લંડનઃ ટીમ ઈન્ડિયાને 2007નો ટી-20 વર્લ્ડ કપ અને 2011નો વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારો યુવરાજ સિંહ છેલ્લા એક વર્ષથી ટીમ ઈન્ડિયાથી બહાર છે. યુવરાજ ફરીથી ટીમ ઈન્ડિયામાં આવે અને ફેરવેલ મેચ રમે તેમ તેના ફેન્સ ઈચ્છી રહ્યા છે.
યુવીની આ પોસ્ટ જોઈને તેના ફેન્સે તે ફરી એકવાર દેશ માટે રમવા ટીમમાં વાપસી કરે તેવી આશા વ્યક્ત કરી હતી.
યુવરાજે તેના સોશિયલ મીડિયા પેજ કેટલીક તસવીર અને વીડિયો શેર કર્યા છે. જેમાં તેણે લખ્યું છે, ટ્રેનિંગ કેમ્પ પહેલા દોડ લગાવની ખુદને તૈયાર કરી રહ્યો છું. ઈંગ્લેન્ડની ખુબસુરત મોસમનો આનંદ ઉઠાવી રહ્યો છું. આ હેઝલકીચના બાળપણનું પ્લે ગ્રાઉન્ડ છે.
યુવરાજ સિંહનું તાજેતરનું પ્રદર્શન અને ફિટનેસ જોતાં તે ફરીથી ટીમ ઈન્ડિયા તરફથી રમતો જોવા મળે તેવી ઓછી શક્યતા છે. યુવરાજ હાલ પત્ની હેઝલ કીચ સાથે ઈંગ્લેન્ડમાં છે અને ત્યાં એક નવી શરૂઆત કરવાની તૈયારી કરી રહ્યો છે.