નવી દિલ્હી: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી બે ટેસ્ટ મેચની શ્રેણીનો પ્રારંભ થઈ રહ્યો છે. ટીમે ટી20 અને વન ડે શ્રેણીમં જીત મેળવ્યા બાદ થોડો સમય આરામ કર્યો હતો. જસપ્રીત બુમરાહે તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તે કેપ્ટન વિરાટ કોહલી સાથે જોવા મળ્યો હતો. તસવીરમાં કોહલી-બુમરાહ સિક્સ પેક દર્શાવતા નજરે પડ્યા હતા. આ તસવીરને લઈને યુવરાજ સિંહે બુમરાહને ટ્રોલ કર્યો હતો. યુવરાજ સિંહે બુમરાહને ટ્રોલ કરતા ફિટનેસ આઈડલ ગણાવ્યો હતો. જસપ્રીત બુમરાહે કોહલી સાથેની જે તસવીર શેર કરી હતી તેમા યુવરાજે કોમેન્ટ કરી હતી અને લખ્યું હતું કે, 'ઓહો ફિટનેશ આઈડલ.'
વિરાટ કોહલીએ પણ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું, ટીમના ખેલાડીઓ સાથે દરિયા કિનારે એક શાનદાર દિવસ.